અમદાવાદ : સુલેમાની પથ્થર ખરીદવા માટે છાપી હતી 11 લાખની નકલી નોટ, 3 વર્ષ બાદ ઝડપાયો આરોપી

અમદાવાદ : સુલેમાની પથ્થર ખરીદવા માટે છાપી હતી 11 લાખની નકલી નોટ, 3 વર્ષ બાદ ઝડપાયો આરોપી
ATSએ ઝડપી પાડેલો પરમાર નામનો આરોપી

ગુજરાત ATS 3 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી, સુલેમાની પથ્થર મેળવવા માટે કર્યુ હતુ કાંડ, અંધવિશ્વાસની ચરમસીમા

  • Share this:
વર્ષ 2017માં ક્રાઇમ બ્રાન્ચે દાખલ કરેલ નકલી નોટોની (Fake currency) ફરિયાદમાં ATSએ ફરાર આરોપી ની ધરપકડ કરી છે. ATS (ગુજરાત ATS) સાબરકાંઠાથી કમલેશ પરમાર નામના આરોપીને ઝડપી પાડ્યો છે. જોકે, આ શખ્સે જે કારણોસર નકલી નોટો (Fake currency note case) છાપવાની શરૂઆત કરી હતી તે કારણ પણ રસપ્રદ છે. ગુનાની દુનિયામાં જુદા જુદા કારણોસર જોતરાઈ ગયેલા શખ્સો પૈકીના આ શખ્સે પોલીસને જે માહિતી આપી તે રસપ્રદ છે.  એક મોટી માન્યતા મુજબ સુલેમાની (Sulemani stone) ચમત્કારિક પથ્થર કે જે પથ્થર હાથમાં રાખવાથી માનવ શરીર પર કોઈ પણ પ્રકારના તીક્ષ્ણ હથિયારનો ઘા વાગે નહિ. આ પથ્થર ખરીદવા માટે આરોપીઓને ઘણા રૂપિયાની જરૂર હોવાથી તેમણે એક સંપ થઈને ગુનાહિત કાવતરું રચીને બનાવટી ચલણી નોટો છાપી સુલેમાની પથ્થર ખરીદવાનો વિચાર કર્યો હતો. જોકે, આવું કરવાના ચક્કરમાં તેમની સામે 11 લાખની બનાવટી ચલણી નોટો છાપવાનો ગુનો નોંધાઈ ગયો હતો. આ મામલે હવે ત્રણ વર્ષ બાદ એટીએસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.

આ આરોપીઓએ રૂપિયા 2 હજારના દરની  11 લાખની ચલણી નોટો અલગ અલગ જગ્યા એ છાપી હતી. જો કે ક્રાઇમ બ્રાન્ચ એ આરોપીઓના પ્લાન પર પાણી ફેરવી દીધું હતું. અને  ક્રાઇમ બ્રાન્ચે  દેશના અર્થતંત્રને ખોખલું કરતા નકલી નોટોના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. અને આ સમયે સાત આરોપીઓ સામે ચાર્જ શીટ કરવામાં આવી છે. જે ગુના માં કમલેશ પરમાર નામનો આરોપી છેલ્લા કેટલાય સમય થી ફરાર હતો.આ પણ વાંચો :  અમદાવાદ : ચલ તને બિસ્કિટ અપાવું કહી પાડોશી સગીરાને ઘરે લઈ ગયો, ખાટલામાં સુવડાવી ચુંબનો કર્યા


જો કે એ ટી એસ ને બાતમી મળી હતી કે આરોપી કમલેશ પરમાર તેના ગામ સાબરકાંઠા ના ઘડી ગામ માં હોવાની બાતમી મળતા જ પોલીસ એ તેને ઝડપી પાડયો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે આ આરોપી ની પૂછપરછ કરી ને વધુ તપાસ શરૂ કરવામાં આવશે.

ગઈકાલે એક કા તીન' કરી આપી અને છેતરતી ગેંગ ઝડપાઈ હતી

ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ નકલી નોટોના સંદર્ભે 'એક કા તીન' કરી આપી અને છેતરતી ગેંગ ઝડપાઈ હતી.  વી નોટોના બંડલ બતાવી એકના ડબલ (Currency scam) આપવાની લાલચે છેતરપીંડી કરતી ટોળકીને પોલીસે બોગસ ગ્રાહક ઉભો કરી ડિલ કરાવી ઝોન 2 સ્ક્વોડે ઝડપી પાડી છે. કચ્છ,અમદાવાદ સહિત અનેક શહેરોમાં લોકો સાથે ઠગાઈ (Cheating) આચરી ચુકેલી આ  ટોળકી પાસે થી  ઝોન 2 ડીસીપી સ્કોડે 1.45 લાખની રોકડ, અને કાર સહિત મોબાઈલ પણ કબજે કર્યો છે.

આ પણ વાંચો :  વલસાડ : 'હું મારી બીમારીથી કંટાળીને આત્મહત્યા કરું છું,' હોમ ક્વૉરન્ટાઇન વૃદ્ધનો આપઘાત

પકડાયેલ આરોપી હાજી તરીકેની ઓળખ આપી ઠગાઈ આચરતા હતા. ઝોન 2 ડીસીપી વિજય પટેલની (DCP Vijay patel) સ્ક્વોને બાતમી મળી કે કેટલાક લોકો અમદાવાદ માં આવી અસલી નકલી નોટો નો ખેલ પડવાના છે. પોલીસે બોગસ ગ્રાહક ઉભો કરી છટકું (Thug caught by Ahmedabad Police) ગોઠવી આ આરોપીઓની ધરપકડ કરી છે.
Published by:Jay Mishra
First published:September 27, 2020, 07:16 am