'આજે બે માણસને છરી મારી છે, પોલીસ ને પણ નહિ છોડું,' અમદાવાદ પોલીસ પર છરી વડે હુમલો


Updated: June 6, 2020, 12:22 PM IST
'આજે બે માણસને છરી મારી છે, પોલીસ ને પણ નહિ છોડું,' અમદાવાદ પોલીસ પર છરી વડે હુમલો
આરોપીએ પોલીસકર્મીને હાથમાં છરી ઘોંકી દેતા તેમને ઇજા પહોંચી હતી.

પોલીસને મેસેજ મળ્યો કે એક યુવકે ઝઘડો કર્યો છે અને છરી મારી દીધી છે અને તે હવે ચંડોળા તળાવ તરફ આગળ ગયો છે.

  • Share this:
અમદાવાદ : શહેર ના ઈસનપુર વિસ્તારમાં આરોપીને પકડવા માટે ગયેલ પોલીસ પર છરી વડે હુમલો થયો છે. છરીના હુમલામાં એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે.  ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એ એસ આઇ તરીકે ફરજ બજાવતા યાસીનમિયા એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત મોડી રાત્રે તેઓ પેટ્રોલિંગ માં હતા ત્યારે પોલીસ કંટ્રોલ તરફ થી મેસેજ મળ્યો હતો કે શાહઆલમ અમ્માં મસ્જિદ પાસે એક યુવતીને પેટ માં છરી મારેલ છે. જેથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફરિયાદી ને ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.

જ્યાં ફરિયાદી વસીમ એ જણાવ્યું હતું કે અલ્લારખા નામના વ્યક્તિએ તેની બહેન ને છરી મારી છે. અને ત્યાંથી તે મારતો મારતો ચંડોળા તળાવ તરફ ગયો છે. જો કે અલ્લારખા પાસે છરી હોવાથી તે બીજા કોઈ ને નુકસાન માં પહોંચાડે તે માટે એ એસ આઇ સહિત નો સ્ટાફ તેને પકડવા માટે ગયા હતા. આ દરમિયાન અલ્લારખા નારોલ તરફ ચાલ્યો જતો હોવાની માહિતી મળતાં એ એસ આઇ એ તેને રસ્તા માં રોકી ને ગાડી માં બેસી જવા માટે કહ્યું હતું.

આ પણ વાંચો :  અમદાવાદ : અડધો ઇંચ વરસાદમાં તંત્રની પોલ ખૂલી, ટેમ્પો ટ્રાવેલર રસ્તામાં ખૂંચી ગઈ

જોકે, અલ્લારખા એ પોલીસ ને ધમકી આપી હતી કે આજે 'મે બે માણસો ને છરી મારી છે, પોલીસ ને પણ નહિ છોડુ.' જો કે પોલીસ એ તેને પકડવા નો પ્રયાસ કરતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદી પર છરી વડે હુમલો કર્યો હતો. જ્યારે અન્ય પોલીસ સ્ટાફને આ ઘટના ની જાણ કરતા જ તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આરોપી ને ઝડપી પડ્યો હતો. હાલ માં પોલીસ એ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
First published: June 6, 2020, 12:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading