યુવક પરિણીતા સાથે ફરવા જતો ત્યારે પરિણીતા જ આ યુવકના બાઇકમાં પેટ્રોલ પૂરાવતી અને તેને કપડાં પણ અપાવતી, સાથે સાથે હોટલમાં જમવાનો ખર્ચ પણ તે ઉપાડતી હતી. છતાંય એક દિવસ રિવરફ્રન્ટ ઉપર બોલાવી તેને માર માર્યો હતો.
અમદાવાદ: શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી બે પુત્રોની માતાએ (two child mother) છેલ્લા કેટલાય વર્ષોથી તેની સાથે લગ્ન કરવાની લાલચ (Temptation of marriage) આપી સંબંધ રાખનાર (physical relation) યુવક સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવક છેલ્લા ઘણા વર્ષોથી પરિણીતાને લગ્ન કરવાની લાલચ આપતા હતો અને બાદમાં તેની પર બળાત્કાર ગુજારતો હતો. પરિણીતાના ઘરે કોઈ હોય ત્યારે પણ તેના ઘરે પહોંચી જતો અને તેને અડપલા કરતો હતો. જ્યારે પરિણીતાના ઘરે કોઈ ન હોય ત્યારે તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો.
એટલું જ નહીં જ્યારે પરિણીતાએ તેની સાથે વાત કરવાની મનાઈ કરી હતી ત્યારે પરિણીતાના બાળકોને સ્કુલે લેવા મુકવા જવા માટે સ્કૂલ વાન (school van) બાંધી હતી તેનો ડ્રાઇવર આ યુવક બની ગયો હતો. અને બાદમાં અવનવા પ્રેમ ભર્યા અને દુઃખ ભર્યા મેસેજ કરી પરિણીતાને પ્રેમ કરવા મજબૂર કરી હતી. બાદમાં આ પરિણીતાને અલગ-અલગ હોટલોમાં અને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બળાત્કાર પણ ગુજાર્યો હતો. જ્યારે યુવક પરિણીતા સાથે ફરવા જતો ત્યારે પરિણીતા જ આ યુવકના બાઇકમાં પેટ્રોલ પૂરાવતી અને તેને કપડાં પણ અપાવતી, સાથે સાથે હોટલમાં જમવાનો ખર્ચ પણ તે ઉપાડતી હતી. છતાંય એક દિવસ રિવરફ્રન્ટ ઉપર બોલાવી તેને માર માર્યો હતો. સમગ્ર બાબતને લઈને મેઘાણીનગર પોલીસે તપાસ શરૂ કરી છે
શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષીય પરિણીતા તેના પરિવાર સાથે રહે છે. તેના પરિવારમાં પતિ બે બાળકો અને સાસુ છે અને હાલમાં તે ચાંદખેડા ખાતે એક ઓફિસમાં ચાર મહિનાથી સેલ્સ અને ટેલી તરીકે નોકરી કરે છે. વર્ષ ૨૦૦૭માં આ પરિણીતાના લગ્ન થયા હતા અને બાદમાં તે સાસરે રહેવા ગઇ હતી. વર્ષ 2014માં ભાર્ગવ રોડ ઉપર શાકમાર્કેટ ભરાતું હોવાથી પરિણીતા રોજ સાંજે શાકભાજી લેવા માટે જતી હતી. તે સમયે ભાર્ગવ રોડ ઉપર એક શખ્સ બાઈક પર આવતો જતો હતો અને તે પરિણીતા સામે જોયા કરતો હતો અને હસી ને જતો રહેતો હતો. આ યુવકે ત્રણ મહિના સુધી પરિણીતા સાથે આ પ્રકારનો વ્યવહાર કર્યો હતો અને બાદમાં પરિણીતાનો મોબાઈલ નંબર કોઈ દ્વારા મેળવીને તેને ફોન ઉપર અને વોટ્સએપ મેસેજ કરતો હતો.
આ દરમિયાન ફોન ઉપર આ શખ્સે પરિણીતા ને કહ્યું કે તેને લાઈક કરે છે. જેથી પરિણીતા એ તેને ફોનમાં ધમકાવ્યો હતો અને વાતચીત ન કરવા માટે થઈ કહીને ફોન કાપી નાખ્યો હતો. બાદમાં આ શખ્સ પરિણીતાની પાછળ પાછળ શાકમાર્કેટમાં આવતો અને તેની આસપાસ ફરતો રહેતો હતો. રસ્તામાં પરિણીતાને ઉભી રાખી કહેતો હતો કે હું તમને ખૂબ મિસ કરું છું અને તમારી સાથે ફ્રેન્ડશીપ કરવા માગું છું.
જો કે પરિણીતાએ આ બાબતે ચોખ્ખી ના પાડી દીધી હતી છતાં તે માન્યો નહોતો વર્ષ 2015માં આ શખ્સ સ્કૂલ વાન લઈને પરિણીતાના છોકરાઓને લેવા આવતા પરિણીતા અચાનક અચંબામાં પડી ગઈ હતી. ત્યારે પરિણીતાએ આ શખ્સ ને પૂછ્યું હતું કે તમારા મામા સ્કૂલવાન લઈને આવતા હતા તો તે કેમ હવે નથી આવતા? જેથી આ શખશે કહ્યું હતું કે હવે હું જ આ છોકરાઓને લેવા મૂકવા આવીશ તેમ કહી હસીને તે જતો રહ્યો હતો અને આ શખશે પોતાનું નામ બ્રિજેશ કુમાર રાંગીત જણાવ્યું હતું.
આમ આ બ્રિજેશકુમાર નામનો યુવક પરિણીતાના બાળકો સાથે સારો વ્યવહાર કરતા આ પરિણીતા તેની સાથે બોલવા લાગી હતી અને ફોન ઉપર વાતો કરવાનું ચાલુ કર્યું હતું. તે દરમિયાન બ્રિજેશ એ આ પરિણીતાને પ્રપોઝ કરતા પરિણીતાએ કહ્યું કે હું કોઈની પત્ની છું અને મારે બે બાળકો છે મને આવું કરવામાં કોઇ રસ નથી હું ફક્ત મિત્ર ની દ્રષ્ટિએ તારી સાથે વાત કરું છું. જો કે બ્રિજેશ એ પરિણીતાને કોઈ જવાબ આપ્યો ન હતો અને બાદમાં તેને લવ અને પ્રેમ ના વિડીયો તથા દર્દ ભર્યા મેસેજ મોકલવા લાગ્યો હતો.
વર્ષ 2015માં એક દિવસ આ પરિણીતાના ઘરે કોઇ હાજર નહોતું ત્યારે આ બ્રિજેશ ત્યાં આવ્યો હતો અને પરિણીતાનો હાથ પકડી તેની સાથે જબરદસ્તી કરવા લાગ્યો હતો અને લગ્નનો પ્રસ્તાવ મુકી હું તમને ખુશ રાખીશ તમારા પતિ કોઈ ખાસ કમાણી લાવતા ન હોવાથી હું તમને બંને બાળકો સાથે રાખીશ એવું કહ્યું હતું. પરંતુ પરિણીતાએ બ્રિજેશ ને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. બાદમાં બ્રિજેશ મેસેજ અને ફોન કરી પરિણીતાને દબાણ કરતો હતો.
બ્રિજેશ એટલી હદે આગળ નીકળી ગયો હતો કે જ્યારે પરિણીતાના ઘરે કોઈ હોય ત્યારે પણ તે ત્યાં આવતો હતો અને પરિણીતાને બાથ ભરી ચુંબન કરતો અને તેના શરીરના ગુપ્ત ભાગે શારીરિક અડપલાં પણ કરતો હતો. એક દિવસ બ્રિજેશ આ પરિણીતાના ઘરે આવ્યો હતો અને ત્યારબાદ તેની સાથે જબરદસ્તીથી શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. પરિણીતા તેને આ પ્રકારનું કૃત્ય કરવાની ના પાડે તો બ્રિજેશ તેને પતિ અને પિતાની ધમકી આપતો હતો. જેથી પરિણીતા પિતા અને પતિની આબરૂ ના કારણે ચૂપ બેસી આ ત્રાસ સહન કરતી હતી. જેનો ગેરલાભ બ્રિજેશ ઉઠાવવા લાગ્યો હતો.
વર્ષ 2016માં નરોડા ખાતે એક ગેસ્ટ હાઉસમાં પણ બ્રિજેશ આ પરિણીતાને તારું કામ છે તેમ કહી રિક્ષામાં બેસાડી લઈ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. વર્ષ 2017માં પણ સાબરમતી વિસ્તારમાં ત્રણ અલગ-અલગ ગેસ્ટ હાઉસમાં પરિણીતાને લઈ ગયો હતો અને ત્યાં લગ્ન કરવાનો ભરોસો આપી પરિણીતા નો વિશ્વાસ કેળવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. અમુક વખત તો જ્યારે બ્રિજેશ આ પરિણીતાને ફરવા લઈ જાય ત્યારે તેના બાઇકમાં પેટ્રોલ પૂરાવવા નું અને હોટલમાં જમવા નો ખર્ચ પણ પરિણીતા ઉપાડતી હતી.
" isDesktop="true" id="1083409" >
ત્યારે બ્રિજેશ કપડા ખરીદવા માટે પરિણીતા પાસે પૈસા માગતો હતો. વર્ષ ૨૦૨૧ માં રિવરફ્રન્ટ ખાતે આ પરિણીતાને બ્રિજેશ એ બોલાવી હતી અને પૈસા નો ઘમંડ છે તેમ કહી બોલાચાલી કરી તેને રિવરફ્રન્ટ ઉપર માર માર્યો હતો. જેથી પરિણીતાએ તેની સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. સમગ્ર બાબતોથી કંટાળીને પરિણીતાએ બ્રિજેશ સામે બળાત્કાર અને છેડતી તથા માર મારવાની અને ધમકીની અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.