અમદાવાદ : પહેલા પતિથી થયેલી દીકરી ઘરે આવતા પતિએ પત્નીને માર્યો ઢોર માર


Updated: June 1, 2020, 1:19 PM IST
અમદાવાદ : પહેલા પતિથી થયેલી દીકરી ઘરે આવતા પતિએ પત્નીને માર્યો ઢોર માર
પ્રતિકાત્મક તસવીર

45 વર્ષીય મહિલાએ પતિ સામે ઢોર માર મારવાની ફરિયાદ આપી, મારપીટ દરમિયાન મહિલાની પ્રૅગનેન્ટ દીકરીને તકલીફ ઊભી થતા હૉસ્પિટલ ખસેડવામાં આવી.

  • Share this:
અમદાવાદ : શહેરના વાડજ વિસ્તાર (Vadaj)માં એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. શહેરના વાડજ વિસ્તારમાં એક 45 વર્ષીય મહિલા (Woman)એ ફરિયાદ દાખલ (Police Complaint) કરાવી છે કે તેના પતિએ તેને ઉશ્કેરાઈને ઢોર માર માર્યો છે. આ દરમિયાન તેની ગર્ભવતી પુત્રી વચ્ચે આવતા તેને પણ તકલીફ લઈ છે. જેને લઈ યુવતીને સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે વાડજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફરિયાદ દાખલ કરાવી છે કે તેના પતિ હસમુખ અને દિયર અરવિંદ બંનેએ ભેગા થઈને તેને ઢોર માર માર્યો છે. માર પાછળનું કારણ ફરિયાદીની પહેલા પતિની પુત્રી છે. ફરિયાદીનું કહેવું છે કે તેના પહેલા પતિની પુત્રી પ્રૅગનેન્ટ છે, તેને તકલીફ હોવાથી તે તેની માતાના ઘરે આવી હતી.

આ પણ વાંચો : 12 વર્ષની વિદ્યાર્થિનીએ બચતનાં પૈસાથી ત્રણ મજૂરોને ફ્લાઇટમાં ઝારખંડ મોકલ્યા

ઘરમાં તમામ લોકો એક સાથે બેઠા હતા ત્યારે આરોપી પતિએ મહિલાને તેની પુત્રીને પરત મોકલી દેવા જણાવ્યું હતું અને મનફાવે તેવા શબ્દો બોલ્યા હતા. જે બાદમાં ફરિયાદીએ કહ્યું હતું કે, તેને તકલીફ છે અને તે અહીંયા રેહશે. આ વાતથી આરોપી ઉશ્કેરાઈ ગયો અને ફરિયાદીને ગાળો બોલી માર મારવા લાગ્યો હતો. આ ઘટના સમયે ફરિયાદીની પુત્રી વચ્ચે આવતા તેને પેટમાં દુઃખાવો થતા તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ મામલે પોલીસે 323, 294(બી) અને 114 મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

'મારે તારી સાથે લગ્ન કરવા જ ન્હોતા..'

બીજા એક બનાવમાં અમદાવાદના સાબરમતી વિસ્તારમાં 35 વર્ષની પરિણીતાએ લગ્નના 18 વર્ષ બાદ પોતાના પતિ અને સાસુ સામે કંટાળીને ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદીનું કેહવું છે કે તેના પતિ અને સાસુ ઘણા સમયથી ત્રાસ આપી રહ્યાં હતાં પણ ઘર ન તૂટે તે માટે તેણી બધું સહન કરતી હતી. ફરિયાદ પ્રમાણે લગ્નના થોડા દિવસ બાદથી જ પતિ કહેવા લાગ્યો હતો કે, મારે તારી સાથે લગ્ન કરવા જ નહોતા પરંતુ મારા માતાપિતાએ કરાવી દીધા છે. 

ફરિયાદીના સાસુના ભાભી 20 દિવસ પહેલા ગુજરી ગયા હતા અને ત્યાં મળવા માટે તે અને તેના પતિ જઈ રહ્યાં હતા. આ સમય ફરિયાદની નાની પુત્રી પણ સાથે જઈ રહી હતી. મોટી પુત્રી જે 16 વર્ષની છે તેણે પણ સાથે જવાની જીદ કરતા આરોપી પતિએ બૂમો પાડી ઉશ્કેરાઈને ફરિયાદી પર દંડાથી હુમલો કર્યો હતો. આ મામલે પુત્રી વચ્ચે પડતા તેને પણ પતિએ માર માર્યો હતો. ફરિયાદીનું કહેવું છે કે દોઢ વર્ષ પહેલાં તેના પતિ અન્ય સાથે ચેટિંગ પણ કરી રહ્યા હતા અને તે મામલે જ્યારે ફરિયાદીએ વાત કરી હતી તો પતિએ ઝઘઢો કર્યો હતો. હાલ આ મામલે પોલીસે 498 એ, 323, 114 અને જુવેનાઇલ એક્ટ 75 મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
First published: June 1, 2020, 10:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading