અમદાવાદમાં લોકોને મફતમાં માસ્ક આપતા યુવકને હથિયારનાં ઘા ઝીંક્યા, જાણો કારણ


Updated: April 2, 2020, 12:42 PM IST
અમદાવાદમાં લોકોને મફતમાં માસ્ક આપતા યુવકને હથિયારનાં ઘા ઝીંક્યા, જાણો કારણ
પ્રતિકાત્મક તસવીર

સ્થાનિક ટપોરીએ મફતમાં માસ્ક કેમ આપે છે કહી ઝગડો કરી હથિયારના ઘા ઝીકી દીધા હતા.

  • Share this:
અમદાવાદ: શહેરના (Ahmedabad) દરિયાપુર વિસ્તારમાં એક તરફ તબલીગ જમાતના લોકો દિલ્હીથી આવ્યા અને એ માટે પોલીસ તે લોકોને શોધી રહી હતી. ત્યારે એક યુવક પ્રેમ દરવાજા પાસે મફત માસ્ક (corona mask) વહેંચતો હતો ત્યારે સ્થાનિક ટપોરીએ મફતમાં માસ્ક કેમ આપે છે કહી ઝગડો કરી હથિયારના ઘા ઝીકી દીધા હતા.

પ્રેમ દરવાજા પાસે રહેતો કૃણાલ દંતાણી ગારમેન્ટ દુકાનમાં નોકરી કરે છે. પણ હાલ કોરોના વાયરસને લઈને તેની નોકરીમાં રજા હતી. અને બીજી બાજુ તેના શેઠે તેને રસ્તે આવતા જતા લોકોને ફ્રીમાં માસ્ક આપવાનું કહી તેને અનેક માસ્ક આપ્યા હતા. જેથી તે માસ્ક વહેંચવા બેઠો હતો.

આ પણ વાંચો: 'રાજકોટ વાળાઓએ ઠંડુ અને અમારે ગરમ ખાવાનું' સાબરમતી જેલમાં કેદીઓ વચ્ચે મારામારી

તે દરમિયાન ત્યાં રહેતો ટપોરી અતુલ દંતાણી આવ્યો હતો. અતુલે કૃણાલને ધમકાવ્યો હતો અને, કેમ મફતમાં માસ્ક વહેંચે છે એમ કહી ઝગડો કર્યો હતો. બાદમાં કૃણાલને છરી મારી દીધી હતી. કૃણાલ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડયો હતો. આ અંગે દરિયાપુર પોલીસને જાણ થતા પોલીસ ત્યાં પહોંચી અને કૃણાલની ફરિયાદ નોંધી આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે.

આ પણ જુઓ: 
First published: April 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading