પાંચ દીકરીઓ બાદ દીકરો ન જન્મતાં ટોણા મારી પત્નીને બેટ વડે ફટકારી

News18 Gujarati
Updated: November 2, 2019, 4:25 PM IST
પાંચ દીકરીઓ બાદ દીકરો ન જન્મતાં ટોણા મારી પત્નીને બેટ વડે ફટકારી
પ્રતિકાત્મક તસવીર

ઇસનપુરમાં પત્નીએ પતિ અને સાસરીયા સામે ફરિયાદ નોંધાવી

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદ શહેરમાં (Ahmedabad)એક પતિ (Husband) પત્નીને પાંત દીકરીઓ (Daughters) જન્મ્યા બાદ પણ દીકરો (son)ન થતાં અવારનવાર મહેણાં ટોણા મારતો હતો. ગઇકાલે પણ પતિએ છૂટાછેડા લેવા છે તેમ કહી પત્નીને બેટવડે ફટકારી હતી. ઉપરાંત દીકરીને પણ બેડું માર્યું હતું. જેથી બન્નેને હૉસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે પત્નીએ પતિ અને સાસરીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે અમદાવાદ શહેરના શાહઆલમ વિસ્તારમાં રહેતા યાસ્મીનબાનુંના લગ્ન 17 વર્ષ પહેલાં તેના જ સમાજના મેહબુબઅલી મેવાતી સાથે થયા હતા. લગ્ન બાદ એક પછી એક પાંચ દીકરીઓને યાસ્મીનબાનુંએ જન્મ આપ્યો હતો. જેથી પતિ અને સાસરીયા એવા મહેણાંટોણા મારતા હતા કે, તારી કૂખે દીકરો જન્મશે જ નહીં તું છૂટાછેડા આપી દે જેથી બીજા લગ્ન કરી શકાય. આ સમયે સાસુ અને નણંદ પણ ઉશ્કેરણી કરતી હતી, જેથી મેહબુબઅલી પત્નીને વારંવાર શારિરીક માનસિક ત્રાસ આપતો હતો અને દહેજની પણ માગણી કરતો હતો. ગઇકાલે યાસ્મીનબાનુ સુતી હતી ત્યારે પતિ ઘરે આવ્યો હતો અને ઉઠાડી જણાવ્યું હતું કે, 'મારે તને નથી રાખવી તું મને છુટાછેડા આપી દે. ઉપરાંત બિભત્સ ગાળો પણ આપી હતી.

આ પણ વાંચો : ગુજરાત માથેથી 'મહા' વાવાઝોડાનું સંકટ ટળ્યું પણ ભારે વરસાદની આગાહી

જોકે, યાસ્મીનબાનુંએ છૂટાછેડા નહીં આપું તેમ જણાવ્યું હતું જેથી ઉશ્કેરાયલો પતિ બેટ લઇ આવ્યો હતો અને માર મારવા લાગ્યો હતો. ડઘાઈ ગયેલી પત્નીએ બૂમાબૂમ કરતા દીકરીઓ ઉઠી ગઇ હતી અને માતાને બચાવવા વચ્ચે પડી હતી. આ સમયે પાણી ભરેલું બેડું લઇ પતીએ દિકરીને પણ માર્યું હતું. દરમિયાન વધુ બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો. જો કે, માતા દિકરીને ઇજા થતા તેમને સારવાર માટે એલ.જી. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ અંગે ઇસનપુર પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં પત્નીની પતિ મહેબુબમીયા, સાસુ હમીદાબીબી અને નણંદ નસીમબાનુ સામે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.
First published: November 2, 2019
વધુ વાંચો
अगली ख़बर