અમદાવાદ : 'તું ઓરતો કે ઝઘડેમે ગંદી ગાલિયા ક્યું બોલ રહા હે,' ઠપકો આપનાર પાડોશીની નિર્મમ હત્યા

અમદાવાદ : 'તું ઓરતો કે ઝઘડેમે ગંદી ગાલિયા ક્યું બોલ રહા હે,' ઠપકો આપનાર પાડોશીની નિર્મમ હત્યા
મૃતકની ફાઇલ તસવીર

અમદાવાદના ગોમતીપુર પોલીસ મથકની હદમાં મહિલાઓના ઝઘડામાં વચ્ચે પડેલા આધેડનો જીવ ગયો, પાડોશીએ ખેલ્યો ખૂની ખેલ

  • Share this:
અમદાવાદ - ક્યારેક નાની નાની બાબતોમાં થયેલ ઝઘડાઓ (Violent fight) હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે. આવો જ એક બનાવ શહેરના ગોમતીપુર વિસ્તારમાં (Gomtipur Ahmedabad) બન્યો છે. કચરો નાખવા જેવી બાબતમાં બે પાડોશી મહિલાઓ બાખડી અને એવું હિંસક પરિણામ આવ્યું કે એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. ગોમતીપુર વિસ્તારમાં રહેતા ઈર્શાદ શેખે પોલીસ ફરિયાદ આપી છે કે 16મી જાન્યુઆરીએ સવારે સાડા નવ વાગ્યાની આસપાસ તેમની ભાભીને તેની પાડોશમાં રહેતી પરવીના બાનુ સાથે કચરો નાખવા જેવી બાબતને લઈને ઝઘડો થયો હતો.

તેનું ઉપરાણું લઇને પરવિના બાનુ નો દીકરો આદિલ પણ ઝઘડામાં વચ્ચે પડ્યો હતો અને ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ફરિયાદીના મોટાભાઈ મોહમ્મદ હુસેન શેખ એ આદિલ ને કહ્યું હતું કે 'તું ઔરતો કે ઝઘડો મેં ક્યુ ગંદી ગાલી બોલતા હૈ,' એમ કહેતા આદિલ તેનો ભાઈ ફેસલ, પિતા રઇશ ખાન અને અન્ય બે લોકો એમ તમામ લોકો એક સંપ થઈને મોહમ્મદ હુસૈન શેખને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.આ પણ વાંચો :  સુરત : 'ખંડણીના પૈસા નહીં આપો તો બાંધકામ તોડાવી નાખીશ,' કુખ્યાત 'બાપ્ટી' અને 'મીંડીનો આતંક

એટલું જ નહીં આ દિલ ત્યાંથી લોખંડનો સળિયો લઈ આવ્યો હતો અને ફરિયાદી ના ભાઈ ને માથાનાં ભાગે બે ત્રણ ફટકા મારી દીધા હતા.બાદમાં ફરિયાદી અને તેનો ભાઈ વચ્ચે પડતા તેઓને પણ આરોપીઓએ માર માર્યો હતો. જો કે આસપાસ માં લોકો મોટી સંખ્યા માં એકઠા થઈ જતાં આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો :   અમદાવાદ : કૌટુંબિક ભાઈએ પરિણીતાનો સ્નાન કરતો Video બનાવ્યો, બ્લેકમેલ કરી શારિરીક સંબંધો બાંધ્યા

આરોપીઓએ ફરિયાદી ને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. તેના પ્રયાસનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.જોકે સારવાર દરમિયાન મોહમ્મદ હુસૈન શેખ મૃત્યુ નિપજતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ માં હત્યા નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:January 17, 2021, 16:58 pm

ટૉપ ન્યૂઝ