અમદાવાદ : 'BJP યુવા મોરચાનો પ્રમુખ છું, આખું રાણીપ ચલાવું છું', યુવકે સાગરિતો સાથે મળી મારામારી કરી


Updated: March 6, 2020, 5:56 PM IST
અમદાવાદ : 'BJP યુવા મોરચાનો પ્રમુખ છું, આખું રાણીપ ચલાવું છું', યુવકે સાગરિતો સાથે મળી મારામારી કરી
પ્રતિકાત્મક તસવીર

ન્યૂ રાણીપ વિસ્તારની ઘટના, યુવા મોરચાના પ્રમુખના નામે રોફ ઝાડનાર યુવાનનું કારસ્તાન પહોંચ્યું પોલીસ સ્ટેશને, બંને પક્ષે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

  • Share this:
અમદાવાદઃ છેલ્લા કેટલાય સમયથી ભાજપ (BJP) યુવા મોરચાના (Yuva Morcha) પ્રમુખ કે કાર્યકર્તા હોવાનું કહીને લોકો ગુંડાગીરી કરતા હોવાની અનેક ફરિયાદો પોલીસ (Police) ચોપડે નોંધાઇ રહી છે. તેવામાં વધુ એક ફરિયાદ સાબરમતી પોલીસસ્ટેશનમાં (Sabarmati Police Station) નોંધાઇ છે. સોસાયટીના રહીશો વચ્ચે થયેલા ઝઘડામાં (Fight) એક યુવકે પોતે બીજેપી યુવા મોરચાનો પ્રમુખ છે અને રાણીપ (Ranip) આખું ચલાવે છે જેથી મારી (Threat) નાખશે તેવી ધમકી આપી હતી. સમગ્ર મામલે બંને પક્ષોની ફરિયાદ (Fir) નોંધી સાબરમતી પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે અમદાવાદ શહેરના ન્યુ રાણીપમાં આવેલા શુકન સ્માઇલ સિટી માં રહેતા વિનોદભાઇ પંચાલ વેપારી છે. ગત તા. 3 માર્ચના રોજ સોસાયટીનો ગેટ ખોલવા બાબતે સોસાયટીના કમિટી મેમ્બર હિરેનભાઇ પટેલ સાથે તેમને ઝઘડો થયો હતો. બાદમાં બીજા દિવસે તેઓ પેતાના વેપાર ધંધેથી પરત આવ્યા ત્યારે હિરેન પટેલ, જયેશ ઉર્ફે ચરાડા પટેલ, શૈલેષ પટેલ , રાકેશ રાવલ, જીતુભાઇ પટેલ સહિતના લોકોએ ફરી ઘર્ષણ કર્યું અને વિનોદભાઇ તથા તેમની પત્ની સાથે બોલાચાલી કરી મારામારી કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : પૂર્વ પ્રેમીએ Facebook પર અંગત તસવીરો viral કરતા પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

ત્યારે હિરેન પટેલે ધમકી આપી હતી કે તે ભાજપ યુવા મોરચાનો પ્રમુખ છે અને આખું રાણીપ ચલાવે છે, તને જાનથી મારી નાખીશ. જેથી વિનોદભાઇએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં પહોંચી અને આ તમામ લોકો સામે ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો : Gujarat : સિંહોનાં મૃત્યુમાં ચિંતાજનક વધારો, છેલ્લા બે વર્ષમાં 261 સિંહોનાં મોતથી ખળભળાટ

જ્યારે ધમકી આપનાર હિરેન પટેલે પણ વિનોદ પંચાલ, નરપત પરમાર, આશિષ પટેલ, દિલિપ ઠાકર, કલ્પેશ શ્રોફ, અખિલેશ તિવારી, નિરમલ સોની સામે ફરિયાદ નોંધાવી છે. તેમનો આક્ષેપ છે કે આ આરોપીઓમાંથી કેટલાક લોકો દારૂ પીધેલા હતા અને તે લોકોએ ધમકી આપી તેમને અને તેમની પત્ની તથા અન્ય એક મહિલાને માર માર્યો હતો. જેથી સાબરમતી પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. આ કેસમાં બંને પક્ષકારો વચ્ચે સમાધાન થઈ ગયાનું જાણવા મળ્યું છે.
First published: March 6, 2020, 10:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading