અમદાવાદ : ડ્રાઇવ દરમિયાન પોલીસકર્મી પર છરીથી હુમલો

News18 Gujarati
Updated: September 30, 2019, 11:14 AM IST
અમદાવાદ : ડ્રાઇવ દરમિયાન પોલીસકર્મી પર છરીથી હુમલો
પ્રતિકાત્મક તસવીર

ઇસનપુર પોલીસ સ્ટેશનમાં યુવક સામે પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો.

  • Share this:
હર્મેશ સુખડિયા,  અમદાવાદ: ઇસનપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પર હુમલાની ઘટના બની છે. છરી તેમજ અન્ય હથિયારો રાખવા અંગે પોલીસની ડ્રાઈવ દરમિયાન અગાઉ અનેક ગુનામાં ઝડપાયેલા ઝુબેર પઠાણને પોલીસકર્મીએ તપાસ કરવાનું કહેતાં તે ઉશ્કેરાઈ ગયો હતો. બાદમાં ઝુબેરે તેની પાસે રહેલી છરી કાઢી પોલીસ પર હુમલો કરી દીધો હતો. આ કેસમાં ઇસનપુર પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ પર્સનલ ઓફિસમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ડીસીપી ઝોન 6ની સૂચના મુજબ અન્ય સ્ટાફ સાથે ડ્રાઈવ માટે ફૂટ પેટ્રોલિંગમાં ગયા હતા. મિલતનગરમાં મુનસીનગર
પાસે ઝુબેર પઠાણ નામનો શખ્સ છરી રાખતો હોવાની બાતમી બાદ યુવરાજસિંહે તેને તપાસ માટે કહ્યું હતું. પોલીસકર્મીની આવી વાત સાંભળીને ઝુબેર ઉશ્કેરાઇ ગયો હતો અને 'તું મને કેમ પૂછે છે, તું પોલીસ હોય તો શું થઈ ગયું' કહીને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.

ઝપાઝપી બાદ ઝુબેરે પોતાની પાસે રહેલી છરી કાઢીને હેડ કોન્સ્ટેબલ પર વીંઝી હતી. જોકે, હેડ કોન્સ્ટેબલ સમય પારખીને દૂર હટી જતાં તેમને કોઈ ઈજા પહોંચી ન હતી. આ સમયે અન્ય પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા અને ઝુબેરની ધરપકડ કરી લીધી હતી. આ મામલે ઝુબેર સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિષનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો : 'તારી બહેન ધાબા પર છે' કહીને યુવકે 7 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યાં
First published: September 30, 2019, 11:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading