અમદાવાદ : કિન્નરે સાથીદારને વધુ નાણાં ન આપતા આંખમાં મારી કાતર


Updated: July 13, 2020, 11:05 AM IST
અમદાવાદ : કિન્નરે સાથીદારને વધુ નાણાં ન આપતા આંખમાં મારી કાતર
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
અમદાવાદ : થોડા સમય પહેલા શહેરના (Ahmedabad) માધુપુરામા ફાયરિંગની (firing) ઘટના બની હતી અને તેમાં પણ કિન્નર (transgender) સાથેની માથાકૂટ સામે આવી હતી. ત્યારે વસ્ત્રાપુરના બે બનાવ બાદ ફરી કિન્નર સમાજના એક કિન્નર સાથે બબાલ થઈ છે. તેના સાથીદારને કિન્નરે વધુ પૈસા ન આપતા આંખમાં કાતર મારી દેતા કિન્નરને હોસ્પિટલ લઈ જવાયા હતા. સમગ્ર મામલે શાહીબાગ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નવા વાડજમાં રહેતા કોમલબહેન શ્રીમાળી પરિવાર સાથે રહે છે અને કિન્નર તરીકે ભિક્ષાવૃત્તિ કરે છે. તેઓ તેમના સાથીદાર રણવીર સિંગ સાથે મળીને સેટેલાઇટ વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરવા ગયા હતા. ત્યાંથી નીકળી ગીતામંદિર થઈને શાહીબાગ તરફ ગયા હતા.

આ પણ વાંચો- ફરી સર્જાઇ વરસાદી સિસ્ટમ, રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

શાહીબાગ પહોંચ્યા બાદ કોમલબહેન તેમનો રિક્ષાચાલક અને આ રણવીરસિંગ બેઠા હતા. પૈસાનો ભાગ પાડતા હતા તેવામાં રણવીરસિંગ એ વધુ રૂપિયા માંગતા મામલો બીચકયો હતો.

આ પણ જુઓ - 
રણવીરસિંગે મારામારી કરતા કોમલબેનને આંખમાં કાતર વાગી ગઈ હતી.જેથી તેઓને લઈને રિક્ષાચાલક સિવિલ ગયો હતો. જ્યાં પોલીસને જાણ કરતા શાહીબાગ પોલીસે રણવીરસિંગ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - આ સોમવતી અમાસે 20 વર્ષ બાદ રચાશે આ શુભ સંયોગ, આવા કામ કરવાથી મળશે ઉત્તમ ફળ
Published by: Kaushal Pancholi
First published: July 13, 2020, 11:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading