અમદાવાદ : ફેસબુકમાં નગ્ન Video પોસ્ટ કરનાર વ્યક્તિની ધરપકડ


Updated: June 22, 2020, 12:00 AM IST
અમદાવાદ : ફેસબુકમાં નગ્ન Video પોસ્ટ કરનાર વ્યક્તિની ધરપકડ
આરોપી અબ્દુલહમીદ ખાન

સાયબર ક્રાઈમના તપાસમાં સામે આવ્યું કે, આરોપી અબ્દુલહમીદ ખાન નામનો વ્યક્તિ છે જેને આ પોસ્ટ મૂકી છે અને પોલીસે તેને પકડી પાડ્યો છે.

  • Share this:
અમદાવાદ : કોરોનાને લઈ સોશિયલ મીડિયામાં કોઈ અફવાના ફેલાય તેને લઈ સાયબર ક્રાઈમ બ્રાન્ચ અલગ અલગ રીતે સોશિયલ મીડિયા ઉપર નજર રાખી રહી હતી. કોરોનાની મહામારી વચ્ચે અનેક લોકો સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ વાયરલ કરી રહ્યા હતા અને જેને લઈ સાયબર ક્રાઈમ એલર્ટ હતી એવામાં સાયબર ક્રાઈમને તપાસ દરમ્યાન ખબર પડી કે ફેસ બુકમાં એક પ્રોફાઈલમાંથી એક નગ્ન વીડિઓ વાયરલ કરવામાં આવ્યો છે અને જેની તપાસ શરૂ કરવામાં આવી હતી.

તપાસ દરમ્યાન પોલીસને જાણ થઈ કે આ વિડિઓ 3-5-2020ના રોજ હામીદખાંન હામિદખાન નામના પ્રોફાઈલ આઈ ડી ધારક દ્વારા આ નગ્ન વિડિઓ મુકવામાં આવેલ છે અને જેને લઈ તપાસ કરવામાં આવી રહી હતી.

સાયબર ક્રાઈમના તપાસમાં સામે આવ્યું કે, આરોપી અબ્દુલહમીદ ખાન નામનો વ્યક્તિ છે જેને આ પોસ્ટ મૂકી છે અને પોલીસે તેને પકડી પાડ્યો છે. પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું છે કે, લોક ડાઉન સમયમાં કોઈએ ફેસ બુકમાં આ વિડિઓ મુક્યો હતો અને જે વિડિઓ તેને પણ પોસ્ટ કરેલ હતું.

આરોપી અગાઉ સેલ્સ મેન તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી.લીધી છે અને જેની તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે લોક ડાઉનમાં આવા અનેક લોકો જે સોશ્યિલ મીડિયાનો દુરુપયોગ કરે છે તે લોકોની સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
First published: June 22, 2020, 12:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading