અમદાવાદ : 250 રૂપિયા આપો અને હેલ્થ કાર્ડ લઇ જાઓ, પૈસા પડાવતો ગઠિયો ઝડપાયો

News18 Gujarati
Updated: May 25, 2020, 6:09 PM IST
અમદાવાદ : 250 રૂપિયા આપો અને હેલ્થ કાર્ડ લઇ જાઓ, પૈસા પડાવતો ગઠિયો ઝડપાયો
પ્રતિકાત્મક તસવીર

લોકો પાસેથી પૈસા પડાવી હેલ્થ કાર્ડ આપવાની લાલચ આપતા ગઠિયાની કરતૂતનો પર્દાફાશ, પોલીસ ધરપકડ કરી.

  • Share this:
અમદાવાદ : એક તરફ સમગ્ર અમદાવાદમાં સુપર સ્પ્રેડર (Corona Super Spreader)કોરોના વાયરસમાં સંક્રમણ (Corona Infection)ની ચિંતામાં સપડાયેલ છે. તો બીજી તરફ કેટલાક ગઠિયા (Cheater) આ પરિસ્થિતિનો લાભ મેળવવાની જાણે કે તક મળી હોય તેમ આવા લોકોને છેતરીને પૈસા પડાવતા હોય છે. આવા જ એક ગઠિયાની કાગડાપીઠ પોલીસે (Ahmedabad Police) ધરપકડ કરી છે. પોલીસે વિમલ બાલાશંકરની ધરપકડ કરી છે.

આરોપી વિમલ બાલાશંકર જેને કાર્ડની જરૂરિયાત હોય તેવા લોકોને આધારકાર્ડ બતાવી રૂપિયા 250 લઇ એક બે દિવસમાં કાર્ડ લઇ જવા માટે જણાવતો હતો. આમ અત્યાર સુધી માં તેણે 10 લોકો પાસેથી આ રીતે પૈસા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એટલું જ નહીં આરોપી 250 રૂપિયા લીધા હોવાની પહોંચ પણ આપતો હતો. જોકે વધુ લોકો પાસેથી પૈસા પડાવે તે પહેલાં સ્થાનિક કોર્પોરેટરને જાણ થતાં જ તેમને પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટનો આદેશ, 10 દિવસ બાદ એર ઈન્ડિયાના પ્લેનમાં મિડલ સીટનું બુકિંગ નહીં થાય

પોલીસે આરોપી વિમલ બાલાશંકરની સામે ફરિયાદ દાખલ કરીને તેનો કોરોના ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપી અગાઉ મારા મારી અને દારૂ પીધેલી હાલતમાં પકડાઈ ચૂક્યો છે. આરોપી વિમલ બાલાશંકરે અત્યાર સુધીમાં કેટલા લોકો પાસેથી આ પ્રકારે પૈસા પડાવ્યા છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
First published: May 25, 2020, 5:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading