'અમે ક્રાઇમ બ્રાંચમાંથી છીએ' નકલી પોલીસે મહિલાને ધમકાવી એક લાખ રૂપિયા અને દાગીના પડાવ્યા


Updated: July 9, 2020, 10:04 AM IST
'અમે ક્રાઇમ બ્રાંચમાંથી છીએ' નકલી પોલીસે મહિલાને ધમકાવી એક લાખ રૂપિયા અને દાગીના પડાવ્યા
પ્રતિકાત્મક તસવીર

6 જુલાઈના બપોરે સાડા ચાર વાગ્યાની આસપાસ એક મહિલા અને એક પુરુષ તેઓના ઘરે આવ્યા હતા

  • Share this:
અમદાવાદ :  શહેરમાં ફરી એક વખત નકલી પોલીસનો આતંક જોવા મળ્યો છે. અમે ક્રાઈમ બ્રાંચમાં છીએ તમે કાયદા વિરોધી કામ કરો છો તેમ કહીને મહિલાને ડરાવી-ધમકાવી રોકડા અને દાગીના એમ કુલ રૂપિયા બે લાખ પાંચ હજારનો તોડ કરી ફરાર થઈ ગયા છે.

જોધપુર ગામમાં રહેતા હેતલબેને ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ઘરેથી લેડીઝ કુર્તા અને કોસ્મેટિકની વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. 6 જુલાઈના બપોરે સાડા ચાર વાગ્યાની આસપાસ એક મહિલા અને એક પુરુષ તેઓના ઘરે આવ્યા હતા અને મહિલાએ તેમની પાસે પાવડર અને લિપસ્ટીકની માંગ કરી હતી. હેતલબેને અલગ અલગ વસ્તુઓ બતાવતા આરોપી મહિલાને આ વસ્તુ પસંદ આવી ન હતી. જેથી ફરિયાદીએ તેઓની બીજી વસ્તુ લેવા માટે તેમના બીજા રૂમમાં ગયા હતા. તે સમયે આરોપીએ ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો અને મહિલાને ધમકી આપી હતી કે, અમે ક્રાઇમ બ્રાંચમાંથી છીએ. તમે કાયદા વિરોધી કામ કરો છો. તેઓ મેસેજ અમને મળેલ છે.

ત્યારબાદ ત્યાં હાજર પુરુષ આરોપીએ કોઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, સાહેબ બાતમી સાચી છે અને અમે મહિલાને પકડી લીધી છે. એટલું જ નહીં જ્યારે ફરિયાદી મહિલાએ તેના પતિને ફોન કર્યો ત્યારે આરોપીએ તેનો ફોન પણ લઈ લીધો હતો. ત્યારબાદ આરોપીએ મહિલા પાસે સેટલમેન્ટ કરવા માટે રૂપિયા છ લાખની માંગણી કરી હતી.

આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાનાં કેસ વધ્યા મૃત્યુ ઘટ્યા, 24 કલાકમાં 783 નવા કેસ, 16 દર્દીનાં મોત

જોકે, મહિલા પાસે આટલા રૂપિયા ન હોવાથી તેણે સેટલમેન્ટ કરવાની ના પાડતા આરોપીએ ધમકી આપી હતી કે, હું અમારા સાહેબને બોલાવું છું એ તમને ક્રાઈમ બ્રાન્ચ લઈ જશે. જેથી મહિલાએ તેના પતિને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને ત્યારબાદ તેના પતિ આવતા અંતે રોકડા રૂપિયા એક લાખ પાંચ હજાર અને બે તોલા સોનાના દાગીના આરોપીઓને આપ્યા હતા. બાકીના રૂપિયા પછી આપવા માટેનું કહીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ પણ જુઓ - 

ત્યારબાદ ફરીથી બીજા રૂપિયાની માંગણી કરવા માટે આરોપી ફરિયાદીને દબાણ કરતા અંતે કંટાળીને તેઓએ પોલીસને જાણ કરી હતી. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની ટીમના ખેલાડીઓ મેચ પહેલા મેદાનમાં ઘૂંટણિયે બેઠા, જાણો કારણ
Published by: Kaushal Pancholi
First published: July 9, 2020, 10:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading