અમદાવાદ : પોશ વિસ્તારમાં લૉકડાઉન વચ્ચે કારમાં અંગત પળ માણતું યુગલ ઝડપાયું

News18 Gujarati
Updated: April 23, 2020, 12:17 PM IST
અમદાવાદ : પોશ વિસ્તારમાં લૉકડાઉન વચ્ચે કારમાં અંગત પળ માણતું યુગલ ઝડપાયું
પ્રતિકાત્મક તસવીર

પોલીસ સવારે પેટ્રોલિંગ હતી ત્યારે આંબાની નીચે પાર્ક થયેલી કારને જોઈને શંકા પડી હતી, નજીક જઈને જોયું તો અંદર યુવક-મહિલા મશગૂલ હતા.

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસ (Coronavirus)ને કારણે હાલ દેશભરમાં લૉકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદ (Ahmedabad)ના દૂરદર્શન ટાવર પાસે આવેલા એ.ઈ.સી ગ્રાઉન્ડ ખાતે એક ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. પોલીસે અહીં કાર (Car) પાર્ક કરીને અંદર અંગત પળ માણી રહેલા એક યુગલને ઝડપી પાડ્યું છે. લૉકડાઉન વચ્ચે સવારે ગ્રાઉન્ડમાં ગાડી પાર્ક થયેલી જોઈને પોલીસ ગાડી પાસે પહોંચી હતી. પોલીસે જોયું તો અંદર એક યુગલ અંગત પળ માણી રહ્યા હતા. જે બાદમાં પોલીસે બંનેને ધરપકડ કરી હતી અને બંને સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો હતો.

આંબા નીચે ગાડી પાર્ક કરી હતી

મળતી માહિતી પ્રમાણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કર્મીઓ લૉકડાઉનને પગલે સોમવારે સવારે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. આ દરમિયાન તેમણે એ.ઈ.સી ગ્રાઉન્ડ ખાતે આંબાના ઝાડ નીચે એક કાર પાર્ક થયેલી જોઈ હતી. પોલીસને કંઈક શંકા જતા ગાડી પાસે જઈને તપાસ કરી હતી. તપાસ કરતા પોલીસ પણ ગાડીની અંદરનું દ્રશ્ય જોઈને ચોંકી ઉઠી હતી. અંદર એક યુવક અને મહિલા અંગત પળ માણવામાં લીન હતા. પોલીસે દરખાજો ખખડાવીને બંનેને બહાર આવવા કહ્યું હતું. પોલીસે પૂછપરછ કરતા બંનેએ કૂતરાને દૂધ પીવડાવવા માટે આવ્યા હોવાનું બહાનું કાઢ્યું હતું. જે બાદમાં પોલીસ બંનેની ધરપકડ કરીને પોલીસ મથક લઈ ગઈ હતી. બાદમાં બંનેને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : લૉકડાઉનમાં પુત્રવધૂ પર નજર બગાડી, અભયમની ટીમે સસરાની શાન ઠેકાણે લાવી

પોલીસે પરિવારના સભ્યોને જાણ કરી

કારમાં અંગત પળ માણતા ઝડપાયા બાદ પોલીસે બંનેની આકરી પૂછપરછ કરી હતી. જેમાં માલુમ પડ્યું હતું કે યુવક સેટેલાઇટના જોધપુર વિસ્તારનો રહેવાસી છે તેમજ મહિલા વસ્ત્રાપુરના માનસી સર્કલ પાસે રહે છે. બંનેના આડીપ્રૂફમાં નામ અને સરનામા અલગ હોવાથી પોલીસ બંનેને પકડીને પોલીસ સ્ટેશન લાગી હતી. જે બાદમાં પોલીસ બંનેના પરિવારના લોકોને જાણ કરી હતી. બંને સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બંને જે કારમાંથી પકડાયા હતા કે વેગનાઆર કાર સુરેન્દ્રનગરમાં નોંધાયેલી છે.
First published: April 21, 2020, 9:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading