અમદાવાદ : ઓઢવની ખાનગી બેંકમાં લાગી હતી અચાનક આગ, CCTV વીડિયોમાં કરતૂતનો ભાંડો ફૂટ્યો

અમદાવાદ : ઓઢવની ખાનગી બેંકમાં લાગી હતી અચાનક આગ, CCTV વીડિયોમાં કરતૂતનો ભાંડો ફૂટ્યો
વીડિયો ગ્રેબમાં જોવા મળ્યા મુજબ એક શખ્સે લગાવી હતી આગ

ઓઢવની ખાનગી બેંકમાં અચાનક આગ લાગવાની ઘટનામાં સીસીટીવી વીડિયોએ ખોલ્યું રહસ્ય

 • Share this:
  હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરના ઓઢવ (Odhav) વિસ્તારમાં આવેલી એક ખાનગી બેંકના (Bank) શટરમાં અચાનક આગ લાગવાની (Fire) ઘટના સામે આવી હતી. આ ઘટનામાં બેંકના બ્રાન્ચ મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેની તપાસમાં સામે આવેલા સીસીટીવી વીડિયોએ (CCTV video) એક શખ્સની વિકૃત કરતૂતનો ભાંડો ફોડ્યો છે. રહસ્યમય આગનું રહસ્ય હવે ઉકેલાઈ ગયું છે અને પોલીસને એક અજાણ્યા શખ્સની તલાસ છે.

  બનાવની વિગતો એવી છે કે ગત મોડી રાત્રે અમદાવાદના ઓઢવમાં આવેલી ખાનગી બેંકના શટરો પર એકાએક રહસ્યમય આગ લાગી હતી. ન વાયરિંગ, ન કોઈ જ્વલનશીલ પદાર્થની આવનજાવનનો માર્ગ છતા લાગેલી આગના કારણે રહસ્ય ઘેરાયું હતું. જોકે, ફાયર બ્રિગેડે આ આગ બુઝાવી ત્યારબાદ બેંકના મેનેજર પનારા અંદર ગયા હતા અને ત્યાં જઈને તપાસ કરતા અગત્યના દસ્તાવેજો બળીને ખાક થઈ ગયા હતા.  આ પણ વાંચો : રાજકોટ : 'મે ભી માધુરી દિક્ષિત બનના ચાહતી હૂં', ફિલ્મોમાં કામ કરવા ઘરેથી 500 રૂપિયા લઈ નીકળી ગઈ હતી દીકરી, અંતે સુખદ મિલન થયું

  pic.twitter.com/WCto2jo6mg

  — News18Gujarati (@News18Guj) February 13, 2021  દરમિયાનમાં બેંકના કર્મચારીએ મેનેજરને દર્શાવેલા સીસીટીવી ફૂટેજે ભાંડા ફોડ કર્યો હતો. આ સીસીટીવી ફૂટેજમાં એક અજાણ્યો શખ્સ બેંકના શટર નીચે જ્વલનશીલ પદાર્થ છાંટતો અને ચૂપચાપ આ હરકત કરતો કેદ થયો હતો. આ પદાર્થનો છંટકાવલ કર્યા બાદ આ વિકૃત શખ્સે આગ લગાવી અને નાસી ગયો હતો. જોકે, એનું પાપ છાપરી ચઢીને પોકારવા લાગ્યું હતું. સીસીટીવી વીડિયો સામે આવતા જ ઘડીના છઠ્ઠા ભાગમાં આ શખ્સની કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો.

  આ પણ વાંચો :  બહેને પિતરાઈ ભાઈની કુહાડીથી માથું કાપી હત્યા કરી કહ્યુ- 'વારંવાર દુષ્કર્મ ગુજરાતો હતો'

  આગના બનાવમાં બેંકમાં અગત્યના દસ્તાવેજો નાશ પામ્યા હોવાની ઘટના સામે આવી છે. દરમિયાન બેંકના મેનેજરે અજાણ્યા ઇસમ વિરુદ્ઘ ઓઢવ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે સીસીટીવી વીડિયોના આધારે આગજની કરનાર શખ્સની તપાસ આદરી છે.
  Published by:Jay Mishra
  First published:February 13, 2021, 13:37 pm

  ટૉપ ન્યૂઝ