Home /News /madhya-gujarat /'ઇસકા દો ઘંટે કા ભાવ...' - બીભત્સ પોસ્ટ કરી ભાણીને બદનામ કરનાર મામા ઝડપાયો

'ઇસકા દો ઘંટે કા ભાવ...' - બીભત્સ પોસ્ટ કરી ભાણીને બદનામ કરનાર મામા ઝડપાયો

અમદાવાદી શકૂનીએ કર્યું મામાને શરમાવે તેવું કૃત્ય

આરોપીએ તેની જ પરિણીત ભાણીનાં નામની ફોટો વાળી એક પોસ્ટ ફેસબુક પર કરી હતી. જેમાં તેને બીભત્સ લખાણ લખ્યું હતું. આરોપીએ ભાણીનો ફોટો મૂકી તેને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું. 

    અમદાવાદ: ભાણીને બદનામ કરવા સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી બીભત્સ પોસ્ટ કરનાર મામો ઝડપાયો છે. અત્યારસુધી શકુની મામા ઝડપાયો હોવાનું સામે અવતું હતું પણ હવે વિકૃત મામા પણ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. આરોપીની માનસિક પરિસ્થિતિ સ્વસ્થ ન હોવાથી આ કૃત્ય કર્યું હોવાની આરોપીએ કરી કબૂલાત કરી છે. જોકે હજુય વટવા પોલીસે આરોપીની પૂછપરછ યથાવત રાખી મૂળ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.

    વટવા પોલીસે 39 વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીએ તેની જ પરિણીત ભાણીનાં નામની ફોટો વાળી એક પોસ્ટ ફેસબુક પર કરી હતી. જેમાં તેને બીભત્સ લખાણ લખ્યું હતું. આરોપીએ ભાણીનો ફોટો મૂકી તેને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું.  જેના લીધે મહિલાને વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આખરે વટવા પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીની મામાની ધરપકડ કરી છે અને પૂછપરછ કરી તો સામે આવ્યું કે આરોપી માનસિક અસ્વસ્થ છે અને તેના લીધે જ તેણે આવી હરક્ ને અંજામ આપ્યો હતો.

    આ પણ વાંચો-પેટ્રોલ ડીઝલમાં ભડકો: ભાવનગરમાં ભાવ 105ને પાર, જાણો ગુજરાતનાં અન્ય શહેરોનો ભાવ

    આરોપીએ મહિલાના નામ અને નંબર સાથે પોસ્ટ કરી હોવાનું સામે આવ્યું છે. જેના લીધે આરોપીની ભાણીને અનેક ફોન કોલ્સ આવ્યા અને બાદમાં તેને આ ઘટનાની જાણ થઈ હતી. જેથી તેણે ફરિયાદ કરી અને પોલીસ આરોપી સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે. આરોપી એમ્બ્રોડરીનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ કૃત્ય કરવા પાછળનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું. ત્યારે આવા માનસિક અસ્વસ્થ આરોપીને વટવા પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.
    " isDesktop="true" id="1144588" >

    ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સાયબર ક્રાઇમની ટિમો દ્વારા આવા અનેક આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં પણ એવું સામે આવ્યું હતું કે અનેક ભોગ બનનાર સગીરાઓના પરિચિત વ્યક્તિઓ દ્વારા જ આવું કૃત્ય આચરવામાં આવતું હતું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Ahmedabad police, Crime news, Gujarat Crime, અમદાવાદ ક્રાઇમ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन