Home /News /madhya-gujarat /

અમદાવાદ : મોલ, શો રૂમ અને પ્રાઇવેટ ઓફિસમાં કોરોના સંક્રમણનો રાફડો

અમદાવાદ : મોલ, શો રૂમ અને પ્રાઇવેટ ઓફિસમાં કોરોના સંક્રમણનો રાફડો

પ્રતિકાત્મક તસવીર

ખાનગી કંપનીના કર્મચારીઓ જાણે કોરોના સંક્રમણ વધારવા માટે સુપર સ્પ્રેડર બન્યા હોય તેના આંકડા સામે આવ્યા

અમદાવાદ : અમદાવાદ શહેરના જાણીતા મોલ, શો રૂમ અને ખાનગી કંપનીની ઓફિસ કોરોના સંક્રમણના વધારવા માટે હબ બન્યા છે. ખાનગી કંપનીના કર્મચારીઓ જાણે કોરોના સંક્રમણ વધારવા માટે સુપર સ્પ્રેડર બન્યા હોય તેના આંકડા સામે આવ્યા છે. આ આંકડા જાણી તમે પણ ચોકી જશો.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે એએમસી દ્વારા બહુઆયામી વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં એક સંઘન ઝુંબેશ હેઠળ ટેસ્ટીગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. એએમસી હેલ્થ વિભાગ દ્વારા શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલ પેલેડિયમ મોલના 175 કર્મચારીઓના ટેસ્ટીંગ કરાયા, જેમાંથી 30 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. બોડકદેવ ખાતે આવેલ ખાનગી કચેરી આઇસીટી નર્મદાના 150 કર્મચારીમાંથી 12 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચો - રાજ્ય સરકારે અનલૉક-4ની ગાઈડલાઈન્સ બહાર પાડી, હવે દુકાનોમાં કોઈ સમયમર્યાદા નહીં

ઉત્તર પશ્ચિમ ઝોન સિંધુ ભવન રોડ પર આવેલ અંબુજા હાઉસના 132 કર્મચારીઓના ટેસ્ટીંગ દરમિયાન 22 કેસ સામે આવ્યા છે. તેમજ છેલ્લા ત્રણ દિવસથી વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ પાસે આવેલ પીએસપી કોલોનીમાં મોટાભાગે ઉતર પ્રદેશથી રોજગાર અર્થે આવી વસવાટ કરતા મજૂર વર્ગના પરપ્રાંતિય વ્યક્તિઓના ટેસ્ટીંગની કામગીરી દરમિયાન કુલ 750 માંથી 125 પોઝિટિવ કેસ મળી આવેલ છે.

કોરોના પોઝિટિવ આવેલ તમામ લોકોને મેડિકલ ટીમ દ્વારા કોવિડ કેર સેન્ટર અને કોવિડ હોસ્પિટલમા દાખલ કરાયા છે . આ અગાઉ વિરાટનગર નેશનલ હેન્ડલુમના કર્મચારીઓ અને આસોપાલવ શો રૂમના કર્મચારી કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Corona test, અમદાવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन