અમદાવાદ : બોસ કામ વગર યુવતીને સામે બેસાડી રાખતો, ફરિયાદ દાખલ

News18 Gujarati
Updated: May 31, 2019, 7:56 AM IST
અમદાવાદ : બોસ કામ વગર યુવતીને સામે બેસાડી રાખતો, ફરિયાદ દાખલ
પ્રતિકાત્મક તસવીર

યુવતી દબાણને વશ ન થતા બ્રાંચ હેડે ધમકી આપી હતી કે, 'યાદ રાખજે તે મને ના પાડી છે.'

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : અમદાવાદમાં ગણાતા સોફીસ્ટિકેટેડ સમાજમાં છેડતીની ફરિયાદોની સંખ્યા જાણે વધતી હોય તેમ અવારનવાર સંભળાતી હોય છે. આવી જ એક ફરિયાદ શહેરનાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી કંપનીમાં સામે આવી છે. આ કંપનીનાં બ્રાંચ હેડે ચાર વર્ષથી કામ કરતી કર્મચારી યુવતીને મેસેજ કરીને પોતાની સાથે એકલા ફિલ્મ જોવા માટે દબાણ કર્યું હતું. યુવતીને કામ વગર પોતાની કેબિનમાં બોલાવીને બેસાડી રાખતો હતો. આ બધા કૃત્યોથી કંટાળીને યુવતીએ બ્રાંચ મેનેજર તથા તેને મદદ કરનારી અન્ય મહિલા કર્મચારી સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : દુષ્કર્મ કરવા માંગતો હતો યુવક, પોતે AIDSની દર્દી કહીને મહિલાએ બચાવી ઇજ્જત

એકલા ફિલ્મ જોવા માટે કહેતો

નવરંગપુરા સ્વસ્તિક ચાર રસ્તા પાસે રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસીસ કંપની, ચેન્નાઈની બ્રાંચ ઓફિસમાં ડેટા મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી 24 વર્ષીય યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની સરદારનગરમાં રહેતા ઓફિસના હેડ ઉપકારસિંઘ ગિલ તેને અવારનવાર છેડતી કરી પરેશાન કરતા હતા.ગત તા 14 ફેબ્રુઆરીએ ઉપકારસિંઘે તેને વોટ્સઅપ મેસેજ કરી પોતાની સાથે એકલા ફિલ્મ જોવા આવવાનું કહ્યું હતું. યુવતીએ ઈન્કાર કરતા ઉપકારસિંઘે તેને ફિલ્મ જોવા નહીં આવે તો બીજે ક્યાંક એકલા ફરવા જોવા માટે દબાણ કર્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદ: ધો.9ની કિશોરી પર પાડોશી કિશોરનું દુષ્કર્મ, રહી ગયો ગર્ભ

મહિલા કર્મચારી સામે પણ ફરિયાદયુવતી આ દબાણને વશ ન થતા બ્રાંચ હેડે ધમકી આપી હતી કે, 'યાદ રાખજે તે મને ના પાડી છે.' આ ઘટના બાદ ઉપકારસિંઘ યુવતીને અવારનવાર કામ વગર પોતાની કેબિનમાં બોલાવતો હતો. તેની સામે બેસાડી રાખતો અને કોઇ કામ બતાવતો નહીં. યુવતી બહાર જવાનો પ્રયાસ કરે તો તેને હાથ પકડી બેસાડી દેતો. ચારથી પાંચવાર આવું કરતાં યુવતીએ હિંમત એકઠી કરીને ઉપકારસિંઘ અને તેને મદદ કરતી લલિતા કર્લી નામની મહિલા સામે ફરિયાદ નોંધાવી છે.
First published: May 31, 2019
વધુ વાંચો
अगली ख़बर