અમદાવાદ : અમદાવાદમાં કોરોના દર્દીને સમયસર જમવાનું મળી રહે તે માટે શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં મફત ટિફિન સેવા ચાલી રહી છે. આવામાં અમદાવાદ શહેરમાં નારોલ ગામનું જીવનધારા વૃદ્ધાશ્રમ ભગીરથ કાર્યમાં જોડાયું છે. અમદાવાદના જીવનધારા વૃદ્ધાશ્રમમાં શાક મહિલાઓ સાથે કુલ 20 જેટલા પુરુષો પણ રસોડામાં મદદ કરે છે, જેમાં કોઈ ટિફિન પેક કરે છે તો કોઈ દર્દીઓને ઘર સુધી ટિફિન પહોચાડે છે. આશરે 50 થી 80 વર્ષના દાદા-દાદી દરરોજ સવારના 5 વાગેથી સાંજે 5 વાગ્યા સુધી કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે આ પ્રકારે કામ કરે છે.
આ અંગે ભોજનાલય સંચાલક હેમાબેને કહ્યું હતું કે કુલ 40 જેટલા વડીલો આ કામમાં જોડાયા છે. જેમાં કેટલાક લોકો ટિફિન પેક કરે છે તો કેટલાક લોકો ટિફિન આપવા જાય છે. મોટા ભાગે મોટી ઉંમરની સ્ત્રીઓ પણ રસોડાના બધા કામ કરે છે. કોરોના ગ્રસ્ત દર્દીને અમે આ પ્રકારે વ્યવસ્થા આપી છે.
અમદાવાદમાં પરિસ્થિતિને જોતા હવે વૃદ્ધો પણ ટિફિન સેવા આપે છે. નારોલમાં આવેલા આ વૃદ્ધાશ્રમ દ્વારા શહેરના છેવાડાના વિસ્તાર લાંભા લક્ષ્મીપુરા, કમોડ, પીપલજ, નારોલ ઇસનપુર વટવામાં ટિફિન પહોચાડે છે. આ સિવાય મણિનગર, પાલડી, ચંદ્રનગર, ઉત્તમનગર અને અમદાવાદના પોળ વિસ્તારમાં પણ ટિફિન સેવા પહોંચે છે.
આ અંગે જીવનધારા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી સંદીપ શાહે કહ્યું હતું કે કોરોના કાળમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ટિફિન સેવા અમે પહોંચાડીએ છીએ.જેથી લોકોને રાહત મળી રહે. આ વિચાર વડીલ વૃંદાવન અને મારો બંનેનો હતો જેને કેવી રીતે અમલી કરવો તે અમે મેનેજ કર્યું છે.
અમદાવાદમાં 2020ના માર્ચ મહિનાથી કોરોનાની શરુઆત થઈ હતી. બાદ અમદાવાદના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સંખ્યા વધી ગઈ છે. નારોલના આ વૃદ્ધાશ્રમમાં કુલ 22 જેટલા વૃદ્ધોના નવા એડમિશન થયા પરંતુ આ પરિસ્થિતિમાં જ્યાં દીકરા દીકરીએ સાથ છોડ્યો એ જ વૃદ્ધો હવે અન્ય પરિવાર ને ટિફિન સેવા આપી ને ખુશ રહે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર