અમદાવાદ : ઘરઘાટી બહેનોનું કારસ્તાન, બિઝનેસમેનના ઘરે ડિજિટલ લૉકરમાંથી 9.90 લાખની ચોરી કરી

અમદાવાદ : ઘરઘાટી બહેનોનું કારસ્તાન, બિઝનેસમેનના ઘરે ડિજિટલ લૉકરમાંથી 9.90 લાખની ચોરી કરી
પ્રતિકાત્મક તસવીર

ઘરમાં રાખેલું ડિજિટલ લૉકર ખરાબ થઈ જતા બિઝનેસમેન અને તેમના પત્ની ચાવીથી ઉપયોગ કરતા હતા અને તેની જાણ 4 વ્યક્તિને હતી

  • Share this:
અમદાવાદ: શહેરના રાણીપ વિસ્તારમાં અલગ જ ચોરીની ઘટના સામે આવી છે. વાત એમ છે કે એક રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા બિઝનેસમેન ના ઘરમાં 9.90 લાખની ચોરી થઈ હતી. આ ચોરી સામાન્ય રીતે નહીં પણ ડિજિટલ લોકરના મેન્યુલ કી ના સ્ક્રુ ખોલી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. જોકે પાસવર્ડ બાબતે બિઝનેસમેન તેમની પત્ની અને ઘરઘાટી જ જાણતા હોવાથી તેમના પ્રત્યેની શંકાઓ પ્રબળ બનતા તેઓએ રાણીપ પોલીસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રાણીપમાં આવેલી કીર્તન સોસાયટીના ચિરા બંગલોમાં રહેતા મેહુલ કાલરીયા રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમના પત્નીએ કેટલાય સમયથી તેમના ઘરમાં ડિજિટલ લોકરમાં તેમના લાખોની મતાના દાગીના મુક્યા હતા. ડિજિટલ લોકરનું સેટિંગ બગડતા તેઓ ચાવીથી મેન્યુઅલી ઓપરેટ કરતા હતા. આ લોકરની ચાવી તેઓએ કબાટમાં મૂકી હતી અને તેની જાણ મેહુલભાઈ અને તેમના પત્ની તથા ઘરઘાટી બે બહેનોને હતી. બાદમાં લોકર રીપેર કરવા માટે એક વ્યક્તિ આવ્યો હતો.આ પણ વાંચો :  એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, IPLમાં રમશે

જેણે નવા સેટિંગ કરી આપી બાદમાં તેનો નવો પાસવર્ડ પણ મેહુલભાઈએ નાખ્યો હતો અને ચાવીઓ કબાટમાં મૂકી દીધી હતી. બાદમાં 5મી જુલઈના રોજ માલુમ પડ્યું કે તેમના લોકરમાંથી દાગીના ગાયબ છે. જેથી તપાસ કરી તો લોકરના મેન્યુઅલ ઓપરેટની પ્લેટના સ્ક્રુ ખુલ્લા હતા.

જેથી સીધી શંકા ઘરઘાટી જયા વાઘેલા અને તેની બહેન રિટા વાઘેલા પર ઉપજી હતી. તે બંનેની પૂછપરછ કરતા જવાબ ન આપતા આખરે બને બહેનો સામે રાણીપ પોલીસસ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :   અમદાવાદ : હત્યાનો સિલસિલો યથાવત, દરિયાપુરમાં છરીના ઘા ઝીંકી યુવકનું ખૂન, 15 દિવસમાં 5 બનાવ
Published by:Jay Mishra
First published:August 16, 2020, 07:44 am

ટૉપ ન્યૂઝ