મહેસુલ મંત્રી કૌશિક પટેલના ભાઇએ કર્યો આપઘાત, કારણ અકબંધ

મહેસુલ મંત્રી કૌશિક પટેલના ભાઇએ કર્યો આપઘાત, કારણ અકબંધ
તેમના મૃતદેહને સોલા સિવિલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો છે.

 • Share this:
  અમદાવાદમાં ભાજપના કેબિનેટ મંત્રી કૌશિક પટેલના (Kaushik Patel) ભાઈ ગૌતમ પટેલે આપઘાત (suicide) કર્યો છે. મળતી માહિતી પ્રમાણે, ગૌતમ પટેલે (Gautam Patel) શીલજના શાલીન બંગલોમાં પોતાના રૂમમાં આત્મહત્યા કરી છે. ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ગૌતમ પટેલના આપઘાતનું કારણ હજી અકબંધ છે. તેમના મૃતદેહને સોલા સિવિલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો છે.

  રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈ ગૌતમભાઈ પટેલે આજે સવારે શીલજ ખાતે શાલીન બંગલોઝમાં પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ ઘટનાની જાણ બોપલ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પોહચી તપાસ શરૂ કરી છે.  ગૌતમભાઈ પટેલની ફાઇલ તસવીર


  અમદાવાદ ગ્રામ્ય નાયબ જિલ્લા પોલીસ અધિકારી કે.ટી. કામરિયાએ કહ્યું હતું કે, ગૌતમભાઈએ પોતાના ઘરે ઉપરના માળે જઈ ગળાફાંસો ખાધો હતો. અગમ્ય કારણોસર તેઓએ આત્મહત્યા કરી છે.

  આ પણ વાંચો- અમદાવાદ : હાથની નસ કાપી, લગ્નની લાલચ આપી શિક્ષકે સગીર સાથે બાંધ્યો શારિરીક સંબંધ, અંતે તરછોડી

  આ પણ જુઓ - 

  તેમણે વધુમાં જણાવ્યું કે, આત્મહત્યા સમયે તેમના પુત્ર અને પુત્રવધુ ઘરે હાજર હતા. ઘરમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી નથી. તેમણે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
  Published by:Kaushal Pancholi
  First published:August 09, 2020, 15:19 pm

  ટૉપ ન્યૂઝ