શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે?

Margi | News18 Gujarati
Updated: November 17, 2017, 9:14 AM IST
શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે?

  • Share this:
ગાંધીનગરઃ શંકરસિંહના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા આગામી સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપ મહેન્દ્રસિંહને ગાંધીનગર ઉત્તરમાંથી ઉમેદવાર બનાવી શકે છે. કમલમ્ ખાતે ગાંધીનગર ઉત્તર બેઠક માટે મહેન્દ્રસિંહના નામ પર ચર્ચા થઈ છે. સૂત્રોનું માનીએ તો મહેન્દ્રસિંહ 20 નવેમ્બર સુધીમાં કેસરિયો ખેસ ધારણ કરશે. બાદમાં બીજા તબક્કામાં ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના છે.

ભાજપનું શું છે ગણિત?

ગાંધીનગર ઉત્તર બેઠક પરથી મહેન્દ્રસિંહને મેદાને ઉતારવાનું ભાજપનું ગણિત છે. આ બેઠક પર ઉમેદવાર અશોક પટેલ સામે સ્થાનિક કાર્યકરોમાં નારાજગી હોવાની ચર્ચા માનવામા આવી રહી છે. તો બીજી તરફ શંકરસિંહ સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડનાર મહેન્દ્રસિંહને ભાજપ ટિકિટ આપી બળવાનું ઇનામ આપવાનો પણ પ્રયાસ કરી શકે છે. આ ઉપરાંત મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાવાથી ભાજપને ક્ષત્રિય મતોનો લાભ મળી શકે છે. આવું થાય તો ઉત્તર ગુજરાતની કેટલીક બેઠકો પર પણ અસર પડી શકે છે.

મહેન્દ્રસિંહ કરશે કેસરિયા!

મહેન્દ્રસિંહ ગાંધીનગર ઉત્તરમાંથી ઉમેદવાર
શંકરસિંહના પુત્ર અને બાયડના પુર્વ ધારાસભ્યશંકરસિંહ બાદ મહેન્દ્રસિંહે પણ કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું
ગાંધીનગર ઉત્તરના ઉમેદવાર સામે સ્થાનિક કાર્યકરોમાં રોષ
આ બેઠક પર અશોક પટેલ છે વર્તમાન ધારાસભ્ય
મહેન્દ્રસિંહને મેદાને ઉતારી ભાજપ કોંગ્રેસ સામે બળવાનું ઇનામ આપશે?
મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાવાથી ક્ષત્રિય મતોનો લાભ મળી શકે છે
ઉત્તર ગુજરાતની કેટલીક બેઠકો પર પણ અસર પડી શકે છે
First published: November 17, 2017, 9:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading