Mahatma Gandhi Nirvan Divas: ગુજરાત વિદ્યાપીઠના આ રૂમમાં બાપુ એક મહિના સુધી રહ્યા હતા મૌન 

Mahatma Gandhi Nirvan Divas: ગુજરાત વિદ્યાપીઠના આ રૂમમાં બાપુ એક મહિના સુધી રહ્યા હતા મૌન 
યુવાનોને રાષ્ટ્રીય પુનર્નિર્માણ અને હિન્દ સ્વરાજ માટે તૈયાર કરવાના ઉદ્દેશ્યથી ગાંધીજીએ આ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી

યુવાનોને રાષ્ટ્રીય પુનર્નિર્માણ અને હિન્દ સ્વરાજ માટે તૈયાર કરવાના ઉદ્દેશ્યથી ગાંધીજીએ આ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી

  • Share this:
18 ઓકટોબર 1920માં ગુજરાત વિદ્યાપીઠની (Gujarat Vighyapeeth) સ્થાપના થઇ હતી. વાસ્તવમાં ગુજરાત વિદ્યાપીઠની શરૂઆત કોચરબ આશ્રમની (kochrab Ashram, Ahmedabad) પાછળ ડાહ્યાભાઈના બંગલામાં કરવામાં આવી હતી. ભારતને બ્રિટિશરોની ગુલામીથી ભારતને (India) મુક્ત કરવાની લડત લડવા અને ભારતીય યુવાનો માટે સ્વદેશી શિક્ષણ આપવા તેમજ લોકોમાં સ્વદેશી પ્રત્યે જાગૃતી આવે ત હેતુથી વિદ્યાપીઠની સ્થાપના કરાઈ હતી. ગાંધીજી (Mahatma Gandhi) આ વાત સારી રીતે સમજી ગયા હતા કે મકાઉલે દ્વારા રચિત બ્રિટનની અંગ્રેજી શિક્ષણ નીતિનો હેતુ દમનકારી બ્રિટીશ સામ્રાજ્ય માટે માનવ સંસાધન તૈયાર કરવાનો હતો. યુવાનોને રાષ્ટ્રીય પુનર્નિર્માણ અને હિન્દ સ્વરાજ માટે તૈયાર કરવાના ઉદ્દેશ્યથી ગાંધીજીએ આ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. આવો આજે કેવું છે આ વિદ્યાપીઠ અને કેવી રીતે ગાંધી બાપુની યાદ અહીં જીવંત છે  તે જોઈએ.

અહીં ગાંધીજી એક મહિના સુધી મૌન રહ્યાં હતાગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના આશ્રમ રોડ પર આવેલું છે. વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ એટલે આપણા દેશના રાષ્ટ્રપિતા ગાંધીજી. જોકે, ગાંધીજી બાદ સરદાર વલ્લભભાઇ પટેલ, ડો.રાજેન્દ્ર પ્રસાદ, મોરારજી દેસાઇ, જેવા કુલપતિઓએ પણ વિદ્યાપીઠને સાચવી અને સમજી અને અહીથી તૈયાર કર્યા યુવાનો જેમને દેશની ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી. અહીં આવશો તો તમને ગાંધી સ્મારક રૂપે પ્રાણ જીવન વિદ્યાલય જોવા મળશે. તેની વિશેષતા એ છે કે તેનું ચણતર ચરખા દોરેલી ઇંટ પર થયું છે. જેમાં આજે ગાંધીજીનો મૌનરૂમ પણ છે જેમાં ગાંધીજી 1 મહિના સુધી મૌન રહ્યા હતા.

Gandhi Nirvan Din : રાજકોટમાં પણ થયો હતો મહાત્મા ગાંધીની હત્યા નીપજાવવાનો પ્રયાસ, 500 તલવારધારીઓનું ટોળું ધસી આવ્યું હતુંગુજરાત વિદ્યાપીઠના પ્રથમ દિવસની યાદ

ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ દિવસ 59 વિદ્યાર્થીઓ હાજર હતા. એ દિવસે વિદ્યાલયની શુરુઆત ભારે ઉત્સાહથી થઈ હતી. જમીન પર પડેલા આસન પર વિદ્યાર્થીઓના પાડશે એવા વિચારથી બાકડા મુકાયેલા પણ બાકડાને બદલે વિદ્યાર્થીઓને ઢાળીયું પસંદ આવ્યું.  જે વિદ્યાપીઠની ઓળખ બની ગયું. આ અંગે ગાંધી દર્શન વિભાગના મદદનીશ અધિકારી કપિલભાઈનું કહેવું છે કે, અહી ગાંધીજીની ઘણી યાદ છે. અહી ગાંધીજીનો જમનાલાલ બજાજ સાથે ફોટો પણ છે. જમનાલાલ બજાજ જેઓ ગાંધીજીનો પાંચમો દીકરો કહેવાયા છે. તેમની તસવીર પર ગાંધી દર્શનમાં જોવા મળે છે. મહાનુભાવોના મતે, ગાંધીજી આફ્રિકાથી ભારત પાછા ર્ફ્યા તે પહેલાં જ જમનાલાલના મનમાં એમના પ્રત્યે આદરભાવ પેદા થઈ ચૂકયો હતો. બાપુએ સ્વદેશાગમન કર્યા બાદ કોચરબ આશ્રમમાં નિવાસ કર્યો એ અરસામાં જમનાલાલ એમના નિકટના પરિચયમાં આવ્યા. એક દિવસ જમનાલાલે માગણી કરીઃ બાપુ, મને તમારા પાંચમા પુત્ર તરીકે સ્વીકારો! બાપુએ ઉલટભેર એમના પ્રેમભાવનો સ્વીકાર કર્યો.

મોરબી: ઘરમાંથી બહાર ઢસડીને મહિલાને લોખંડના પાઇપથી માર્યો માર, ચાર સામે ફરિયાદવિનોબાએ વર્ધામાં આશ્રમનું ઉદ્ધાટન કર્યું હતું

જમનાલાલની ઇચ્છા હતી કે, ગાંધીજી વર્ધામાં આશ્રમ સ્થાપીને ત્યાં જ નિવાસ કરે, કેમ કે ભૌગોલિક રીતે વર્ધા ભારતની મધ્યમાં પડે અને અમદાવાદની તુલનામાં વર્ધાથી દેશના કોઈપણ હિસ્સામાં આવવું-જવું આસાન સાબિત થાય. ગાંધીજી જોકે તે વખતે અમદાવાદનો આશ્રમ છોડી શકે તેમ નહોતા, પણ એમણે વિનોબાને આશ્રમ વિકસાવવાનું કામ જરૂર સોંપ્યું હતું. ૮ એપ્રિલ ૧૯૨૧માં વિનોબા છ સાથીઓ સાથે વર્ધા આવ્યા અને વિધિવત આશ્રમનું ઉદ્ઘાટન કરેલું.

ધન અંગે બાપુના આવા હતા વિચારો

ગાંઘીજી ધનિકોને કહેતા કે તમારું ધન ભલે વારસાગત હોય કે, તમારી ખુદની બુદ્ધિ અને મહેનતનું ફ્ળ હોય, એક વાત હંમેશાં યાદ રાખવી કે, આ ધન કેવળ તમારા એકલાનું નથી. આ ધનનો એક હિસ્સો દરિદ્રો માટે અને સમાજકલ્યાણનાં કાર્યો માટે વપરાવો જ જોઈએ. તમારે તમારાં ધનના ટ્રસ્ટી બનવાનું છે. જમનાલાલ બજાજે ગાંધીજીની ટ્રસ્ટીશિપની આ સંકલ્પનાને પૂર્ણપણે અપનાવી લીધી હતી. ધનસંપત્તિથી તેઓ આશ્ચર્ય થાય એટલી હદે નિસ્પૃહ રહી શકતા હતા. ખુદ ઘનશ્યામદાસ બિરલાએ એક જગ્યાએ લખ્યું છે કે, ‘જમનાલાલ બજાજના વ્યકિતત્વનું સૌથી મોટી પાસું ધન પ્રત્યેની તેમની ઉદાસીનતા હતી. ખુદને માટે પૈસા ખર્ચવામાં તેઓ અત્યંત કૃપણ હતા. તેમની રહેણીકરણી સાદી અને કરકસરયુકત હતી. આ અંગે કાર્તિકેય સારાભાઈ એ જણાવ્યું કે, ગાંધીજીના વ્યક્તિત્વ અને તેમના વિચારો મારા દાદા દાદીને ખૂબ ગમતાં એ જ કારણ છે કે, અમારા પરિવારનો ઘરોબો રહ્યો છે. ગાંધીજીની દરેક ચળવળમાં અમદાવાદના અનેક ધનાટય પરિવારનો ફાળો રહ્યો છે. ગુજરાત વિદ્યાપીઠ અને સાબરમતી આશ્રમ ગાંધીજીએ જાતે ખરીદેલા.ગાંધીજી માનતા હતા કે, મનુષ્ય જેટલું સરળતામાં જીવે છે, બીજા લોકોને પણ ફાયદો થશે. માણસે જરૂરિયાત મુજબ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ અને ગુજરત વિદ્યાપીઠ હજી પણ આ સિદ્ધાંત પર આધારીત છે.

દેશ-વિદેશના વિદ્યાર્થીઓ પણ ગુજરાત યુનિવર્સિટીમાં આવે છે, આજે પણ ગાંધીજીને તેમના વિચારો પર શીખવવામાં આવે છે. આજે પણ વિદ્યાર્થીઓ ખાદીના વસ્ત્રો પહેરે છે. વિદ્યાપીઠ આજે પણ તકનીકીના આ યુગમાં તેના વિવિધ પ્રકારનાં અભ્યાસ, અભ્યાસક્રમ, ઉદ્યોગ (કૌશલ્ય આધારિત શિક્ષણ પ્રણાલી) અને આત્મનિર્ભર જીવનશૈલી માટે જાણીતા છે.
Published by:Kaushal Pancholi
First published:January 30, 2021, 11:49 am

ટૉપ ન્યૂઝ