Gandhi@150: આફ્રિકાથી પરત ફર્યા બાદ ગાંધીજીએ સૌથી પહેલા આ આશ્રમની સ્થાપના કરી હતી

News18 Gujarati
Updated: October 1, 2019, 9:00 AM IST
Gandhi@150: આફ્રિકાથી પરત ફર્યા બાદ ગાંધીજીએ સૌથી પહેલા આ આશ્રમની સ્થાપના કરી હતી
અમદાવાદમાં સાબરમતી આશ્રમ સ્થાપતાં પહેલા ગાંધીજીએ પાલડીમાં કોચરબ આશ્રમ સ્થાપ્યો હતો.

બેરિસ્ટર જીવણલાલ દેસાઈના બંગલામાં શરૂ થયો હતો કોચરબ આશ્રમ, ગાંધીજીએ તેને 'સત્યાગ્રહ આશ્રમ' નામ આપ્યું હતું

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : દેશની આઝાદીમાં અમદાવાદનો સિંહ ફાળો રહ્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાબરમતીના કિનારે આશ્રમ સ્થાપ્યો અને એ આશ્રમ આઝાદીની ચળવળનો સાક્ષી બન્યો. ત્યારે કેવી રીતે અને કેવી પરિસ્થિતિમાં આશ્રમની સ્થાપના થઈ તે જાણવું પણ એટલુ જ રસપ્રદ છે.

અમદાવાદમાં સાબરમતી આશ્રમ સ્થાપતાં પહેલા ગાંધીજીએ પાલડીમાં કોચરબ આશ્રમ સ્થાપ્યો હતો. વર્ષ 1915માં આફ્રિકાથી ભારત આવ્યા બાદ ગાંધીજીએ ભારત ભ્રમણ કર્યું. ભારત ભ્રમણ કરી કોઈ એક જગ્યાએ સ્થિર થવાની સલાહ તેમના રાજકીયગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેએ આપી હતી અને 25 મે 1915ના રોજ ગાંધીજીએ અમદાવાદના પાલડીમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. અને ગાંધીજીએ સત્યની પૂજા કરવી હતી સત્યની શોધ કરવી હતી અને તેનો જ આગ્રહ રાખવાનો હતો તેથી આશ્રમનું નામ ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમ આપ્યું હતું.



બેરિસ્ટર જીવણલાલ દેસાઈના બંગલામાં ભાડેથી આશ્રમની શરૂઆત કરવામાં આવી. જે સામાજિક સુધારા અને સ્વતંત્રતા સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બિંદુ બન્યું. જોકે આશ્રમમાં પ્લેગ શરૂ થયો અને બાળકોને આશ્રમમાં સુરક્ષિત રાખી નહિ શકતા હોવાનું તેમને લાગ્યું અને સમાજ વચ્ચે આશ્રમ જીવન અશક્ય લાગતા આશ્રમ છોડ્યો હતો.

બેરિસ્ટર જીવણલાલ દેસાઈના બંગલામાં ભાડેથી આશ્રમની શરૂઆત કરવામાં આવી હતી.


આ અંગે આશ્રમ વાસી જનેશ બઢિયાએ જણાવ્યું હતું કે બાપુ ભારત પરત ફર્યા ત્યારે આઝાદીની ચળવળ વેગવંતી બની હતી. તેઓ પરત ફર્યા તેમણે આશ્રમ સ્થાપવાનું નક્કી કર્યું. સૌ પ્રથમ કોચરબ ભાડાના મકાનમાં આ આશ્રમ સ્થાપ્યો હતો. તો સાબરમતી ગાંધી આશ્રમ છે જેની સ્થાપના ગાંધીજીએ વર્ષ સુધી 1917માં કરી હતી. ત્યારથી માંડીને 1930 સુધી ગાંધીજી સાબરમતી આશ્રમ રહ્યા અને આઝાદીની ચંપારણ સત્યાગ્રહ, દાંડીકૂચ જેવી અનેક ચલવાળોની અહીંથી શરૂઆત કરી હતી.સાબરમતી આશ્રમના ડાયરેક્ટર અતુલ પંડ્યાએ જણાવ્યું કે 1915માં આફ્રીકાથી 40 લોકો સાથે ગાંધીજી અમદાવાદ આવ્યા હતા. તેમનો પહેલો નિવાસ કોચરબ આશ્રમ રહ્યો હતો. ગાંધીજીના રાજકીય ગુરુએ તેમને ભારત ભ્રમણ કરવા સૂચવ્યું હતું.

પાલડીના કોચરબ આશ્રમને ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમ નામ આપ્યું હતું.


મહત્વનું છે કે શરુઆતમાં કોચરબ આશ્રમમાં 20 લોકો રહેતા હતા. તેમાના મોટા ભાગના દક્ષિણ આફ્રિકાથી આવેલા હતા. કેટલાક લોકો દક્ષિણ ભારતના હતા અને તેલગુ ભાષા બોલવાવાળા હતા. તે વખતે આશ્રમની મુખ્ય પ્રવૃતિ નાના મોટા સૌને ભાષાના જ્ઞાનની એટલે કે સંસ્કૃત, હિન્દી અને તમિલના અભ્યાસની હતી.

આ પણ વાંચો,

ગાંધી આશ્રમવાસીઓનો એક જ સૂર, 'કરોડોના બંગલા આપે તો પણ અમે અહીં જ રહીશું'
ગાંધી જયંતીએ PM મોદી સાંજે અમદાવાદ આવશે, જાણો મિનિટે મિનિટનો કાર્યક્રમ
First published: October 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading