ગાંધીનગર : શાળાની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો, ગાંધીજીએ આપઘાત કરવા શું કર્યું?

News18 Gujarati
Updated: October 13, 2019, 9:26 AM IST
ગાંધીનગર : શાળાની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો, ગાંધીજીએ આપઘાત કરવા શું કર્યું?
વિવાદીત પ્રશ્નપત્ર

ધોરણ 9નાં પ્રશ્નપત્રમાં ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું હતું તેવો પ્રશ્ન પૂછ્યા છે.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : શું ગાંધીબાપુએ (Gandhiji) આત્મહત્યા (Suicide) કરી હતી? કે આપણા રાજ્યમાં દારૂની છૂટ છે ? આવા પ્રશ્નોથી તમને પણ એકવાર ઝાટકો લાગી ગયો હશે પરંતુ ગાંધીનગર જિલ્લાનાં માણસામાં સુફલામ શાળા વિકાસ સંકુલે તૈયાર કરાયેલા ધો.9 અને ધો.12નાં ગુજરાતી વિષયનાં પ્રશ્નપત્રમાં પેપર સેટરે 2 વિવાદાસ્પદ પ્રશ્નો પૂછ્યાં છે. ધોરણ 9નાં પ્રશ્નપત્રમાં ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું હતું તેવો પ્રશ્ન પૂછ્યા છે. જ્યારે ધો. 12નાં એક પ્રશ્નપત્રમાં દારૂડિયાનાં ત્રાસ બાબતે પોલીસ વડાને અરજી લખવાની બાબત પૂછાઇ છે. આ બંન્ને પ્રશ્નોથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગાંધીજીએ આપઘાત કર્યો?

માણસા તાલુકાનાં આચાર્ય સંઘ દ્વારા પ્રશ્નપત્રોની કામગીરી સુફલામ શિક્ષણ સંકુલ સંસ્થા દ્વારા કરાય છે. સુફલામ શાળા વિકાસ સંકુલ સંસ્થા દ્વારા શનિવારે એટલે 12મી ઓક્ટોબરે ધોરણ 9 અને ધોરણ 12નાં ગુજરાતી વિષયની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નને લઇને વિવાદ વકર્યો છે. ધોરણ-9નાં ગુજરાતી વિષયનાં પેપરમાં ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું ? તેવો 4 ગુણનો પ્રશ્ન પૂછ્યો હતો. પેપર સેટરને તો ખબર નહીં પરંતુ વિદ્યાર્થીઓને તો ખબર હોય કે ગાંધીજીએ આપઘાત નહીં પરંતુ તેમની હત્યા કરવામાં આવી હતી.

ગુજરાતમાં દારૂબંધી નથી?

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે રાજકીય આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઇ રહ્યાં છે. તેવી પરિસ્થિતિમાં શાળાએ ધોરણ 9નાં વિદ્યાર્થીઓની પ્રથમ વાર્ષિક પરીક્ષામાં દારૂડિયાના ત્રાસ અંગે પત્રએ સ્થિતિ વધારે તંગ બનાવી છે. 50 ગુણની બે કલાકની પરીક્ષામાં વિદ્યાર્થીઓને 74 નંબરના પ્રશ્નમાં અરજીના મથાળા હેઠળ પૂછાયેલા પ્રશ્નમાં તમારા વિસ્તારમાં દારૂ વેચનાર અને દારુડિયાઓનો ત્રાસ વધી ગયો છે તેની ફરિયાદ કરતો પત્ર જિલ્લા પોલીસ વડાને લખો. આ પ્રશ્ન 5 ગુણનો હતો.

શું કહ્યું શિક્ષણમંત્રીએ?આવા પ્રશ્નો અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું નિવેદન લેવામાં આવ્યું. ત્યારે આ અંગે તેમણે જણાવ્યું કે, આ ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડનાં પ્રશ્નપત્રનો નહીં પરંતુ ખાનગી પેપરસેટર પાસેથી તૈયાર કરાવેલા પ્રશ્નપત્ર પરીક્ષા માટે ઉપયોગમાં લે છે. પરંતુ આ પ્રકારના પ્રશ્નો પૂછવા તે યોગ્ય નથી. આવાં પ્રશ્નો કુમળા માનસના વિદ્યાર્થીઓમાં જ્ઞાન વર્ધન કરવાને બદલે દ્વિધા ઊભી કરે છે.


 
First published: October 13, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading