વાયબ્રન્ટ ગુજરાત! અથાગ પ્રયત્નો છતાં મૂડીરોકાણ આકર્ષવામાં મહારાષ્ટ્ર પ્રથમ

News18 Gujarati
Updated: January 13, 2019, 8:19 AM IST
વાયબ્રન્ટ ગુજરાત! અથાગ પ્રયત્નો છતાં મૂડીરોકાણ આકર્ષવામાં મહારાષ્ટ્ર પ્રથમ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (ફાઇલ ફોટો)

2011 સુધીમાં કુલ 40,000 અબજ રૂપિયાના એમઓયુ થયા, તેમાંથી હકીકતમાં થયેલું રોકાણ 8 ટકા કરતાં વધારે નથી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: 2019ના વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન 18-19 જાન્યુઆરીએ થઈ રહ્યું છે. આ સમિટનો મુખ્ય હેતુ ગુજરાતમાં વિદેશી રોકાણ લાવવાનો છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે રોકાણકારોને આકર્ષવામાં સફળ રહી હતી. રોકાણકારો અને રાજ્ય સરકાર વચ્ચે થતાં મોટા આંકડાના એમઓયૂથી રાજ્યમાં મોટા રોકાણની આશા ઊભી થાય છે પરંતુ હકિકત કંઈક જુદી જ છે. 2003થી શરૂ થયેલા વાયબ્રન્ટ ગુજરાત હેઠળ 2011 સુધીમાં કુલ 40,000 અબજ રૂપિયાના એમઓયુ થયા હતા. તેમાંથી હકીકતમાં થયેલું રોકાણ 8 ટકા કરતાં વધારે નથી.

આરબીઆઈ દ્વારા તૈયાર થયેલો રિપોર્ટ ગુજરાત માટે આંચકા સમાન છે. આરબીઆઈના રિપોર્ટમાં એફડીઆઈ (વિદેશી રોકાણ) ખેંચી લાવવામાં ગુજરાત કરતાં મહારાષ્ટ્ર પહેલા નંબરે છે. વિદેશી રોકાણકારોને કોઈપણ પ્રકારના આકર્ષવાના પ્રયાસ પ્રયાસ વગર ગુજરાતનું પડોસી રાજ્ય દેશમાં પહેલા નંબરે છે. જ્યારે દર બે વર્ષે કરોડો રૂપિયા ખર્ચનારું ગુજરાત આ રિપોર્ટમાં પાંચમાં નંબરે છે. દેશમાં થતાં કુલ વિદેશી રોકાણમાં ગુજરાતનું યોગદાન માત્ર 5 ટકા છે.

આ પણ વાંચો, અમારી માગ નહીં સંતોષાય તો અમે વાયબ્રન્ટ ગુજરાતનો વિરોધ કરીશું

આરબીઆઈના રિપોર્ટ મુજબ, એપ્રિલ 2000થી શરૂ કરીને સપ્ટેમ્બર 2018 સુધીના સાડા સોળ વર્ષના ગાળામાં રૂપિયા 21.61 લાખ કરોડની એફડીઆઈ આવી છે. એમાંથી 30 ટકા એટલે કે 6,50,129 જેટલું રોકાણ મહારાષ્ટ્ર સર્કલમાં છે. મહારાષ્ટ્ર સર્કલમાં દાદરા-નગર હવેલી અને દીવ-દમણનો પણ સમાવેશ થાય છે. પરંતુ મહારાષ્ટ્ર સર્કલના કુલ રોકાણ પૈકી 99 ટકા કરતાં વધુ રોકાણ તો મહારાષ્ટ્ર રાજ્યમાં જ થયું છે.

આ 18 વર્ષના ગાળામાં ગુજરાત સર્કલ (જેમાં માત્ર ગુજરાત રાજ્યનો સમાવેશ થાય છે)માં કુલ 1,07,316 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું છે. આશ્ચર્યની વાત છે કે વિદેશી રોકાણ આકર્ષવામાં તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, કર્ણાટક જેવા રાજ્યો ગુજરાત કરતાં આગળ છે.
First published: January 13, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading