Home /News /madhya-gujarat /

લાઇવ કોન્સર્ટમાં મોડી પહોંચી મેડોના, પ્રશંસકો થયા નારાજ

લાઇવ કોન્સર્ટમાં મોડી પહોંચી મેડોના, પ્રશંસકો થયા નારાજ

અમેરિકાની પોપ સ્ટાર મેડોના બુધવાર રાતે બ્રિસ્બેનમાં આયોજિત એક સંગીત કાર્યક્રમમાં બે કલાંકથી વધુ સમય મોડી પહોંચી હતી, જેને લઇને તેણીને સ્થાનિક પ્રશંસકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.

અમેરિકાની પોપ સ્ટાર મેડોના બુધવાર રાતે બ્રિસ્બેનમાં આયોજિત એક સંગીત કાર્યક્રમમાં બે કલાંકથી વધુ સમય મોડી પહોંચી હતી, જેને લઇને તેણીને સ્થાનિક પ્રશંસકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.

  • IBN7
  • Last Updated :
સિડની# અમેરિકાની પોપ સ્ટાર મેડોના બુધવાર રાતે બ્રિસ્બેનમાં આયોજિત એક સંગીત કાર્યક્રમમાં બે કલાંકથી વધુ સમય મોડી પહોંચી હતી, જેને લઇને તેણીને સ્થાનિક પ્રશંસકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.

57 વર્ષિય મેડોનાનો સંગીત કાર્યક્રમ રાત્રે નવ વાગે શુરૂ થવાનો હતો. તેણીની રાહ જોઇને કંટાળેલા સેંકડો પ્રશંસકો કાર્યક્રમ સ્થળ છોડીને ચાલ્યા ગયા અને ટિકિટના પૈસા પરત લઇ લીધા હતા. પોપ સ્ટાર મેડોના આયોજન સ્થળ પર રાત્રે 11.30 વાગે પહોંચી હતી.

સ્થાનિક મીડિયાના ગુરૂવારના રિપોર્ટ અનુસાર, મેડોનાએ પહોંચ્યા બાદ, ત્યાં હાજર ભીડની સાથે વાતચીત કરતા કહ્યું કે, અમે કાર્યક્રમ લેટ શરૂ કર્યો છે. એવું ભાગ્યે જ બને છે. તેણીએ મજાકના અંદાજમાં કહ્યું કે, આપ અહીંયા બહુ જલ્દી આવી ગયા હતા. તમારે મેકઅપ અને વાળ ઓરવા માટે સંપૂર્ણ સમય આપવો જોઇતો હતો, તો મને પહોંચવામાં મોડું ન થયું હોત.

ઓસ્ટ્રેલિયન પ્રશંસકો મેડોનાની આ માફીથી સંતોષ થયા ન હતા અને કહ્યું કે, આ તે મેડોના નથી, જેને તેઓ જાણતા હતા. ઓસ્ટ્રેલિયાના નાગરિક અને મેડોના સમય પર ન આવ્યા બાદ સંગીત કાર્યક્રમ છોડીને જનાર નિક સોવડેને કહ્યું કે, મારા અનુસાર આ એક ખૂબ ખરાબ રીત હતી. લોકોએ તેણીને જોવા માટે સારા એવા રૂપિયા ખર્ચ કર્યા હતા.
First published:

Tags: પોપ સ્ટાર, પ્રશંસકો, મેડોના, રોષ, લાઇવ કોન્સર્ટ, સિડની

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन