મધ્યાહન ભોજનના કર્મચારીઓએ કાળા મગનો વિરોધ કર્યો, આવું આપ્યું કારણ

News18 Gujarati
Updated: August 20, 2019, 2:18 PM IST
મધ્યાહન ભોજનના કર્મચારીઓએ કાળા મગનો વિરોધ કર્યો, આવું આપ્યું કારણ
પ્રતિકાત્મક તસવીર

કાળા મગનો તાંત્રિક વિધિમાં ઉપયોગ કરાતો હોવાને લઇને મધ્યાહનભોજનના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગરઃ રાજકોટમાં મધ્યાહન ભોજન ફરી વિવાદમાં આવ્યું છે. મધ્યાહનભોજનમાં આપવામાં આવતા કાળા મગના વિવાદનું કારણ બન્યું છે. કાળા મગનો તાંત્રિક વિધિમાં ઉપયોગ કરાતો હોવાને લઇને મધ્યાહનભોજનના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જોકે, આ અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કાળા મગના ઉપયોગ બાબતે ડાયેટિશિયનની સલાહ લઇ નિર્ણય કરીશું.

તાજેતરમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને અપાતા મધ્યાહન ભોજનમાં કાળા મગને સામેલ કરવામાં આવ્યા છે. પૌષ્ટીકતાની દ્રષ્ટીએ કાળા મગ લાભદાયી હોવાથી તંત્ર દ્વારા મધ્યાહન ભોજનમાં કાળા મગનો સમાવેશ કર્યો છે. જોકે, મધ્યાહન ભોજનના કર્મચારીઓ કાળા મગ આપવાનો વિરોધ કરી રહ્યા છે.


કર્મચારીઓએ સોશિયલ મીડિયા થકી વિરોધ વ્યક્ત કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, કાળા મગનો તાંત્રિક વિધિમાં ઉપયોગ થતો હોવાથી કાળા મગ ન આપી શકાય. જોકે, સરકાર સ્પષ્ટ માને છે કે કાળા મગ આપવા જોઇએ. કાળા મગના વિરોધ અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, અમે રિપોર્ટ મંગાવ્યો છે. રિપોર્ટના આધારે અમે અમારા એમડીએમ સાથે બેશીને નિર્ણય કરીશું.
First published: August 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading