અમદાવાદઃ જૂના માધુપુરા મહાજન મંડલ સામે એકજૂથ થયેલા વેપારીઓની નારાજગી ભારે પડી, આ પ્લાન થયો ફ્લોપ
અમદાવાદઃ જૂના માધુપુરા મહાજન મંડલ સામે એકજૂથ થયેલા વેપારીઓની નારાજગી ભારે પડી, આ પ્લાન થયો ફ્લોપ
માઘુુપુરા માર્કેટ
Ahmedabad News: અમદાવાદના નવા અને જૂના માધુપુરાનું લોકેશન (New and old Madhupura location) બદલવાનું હતું પરંતુ જૂના માધુપુરાના વેપારીઓની (Madhupura traders) અસંમતિ અસર કરી ગઈ અને પ્લાન પર પાણી ફરી ગયું હતું.
અમદાવાદઃ કોરોના બાદ (coronavirus) અમદાવાદના નવા અને જૂના માધુપુરાનું લોકેશન (New and old Madhupura location) બદલવાનું હતું પરંતુ જૂના માધુપુરાના વેપારીઓની (Madhupura traders) અસંમતિ અસર કરી ગઈ અને પ્લાન પર પાણી ફરી ગયું હતું. અનાજ અને કરિયાણું વેચતા જૂના માધુપુરાના વેપારીઓ નારાજ થઈ ગયા છે. શા માટે તેમની અસમતી છે શું છે તેમની નારાજગીનું કારણ એ જાણવા પહેલા આપણે જૂના માધુપુરાની ઓળખ કરાવી દઇએ. વર્ષ 1883માં અમદાવાદનું જૂનું માધુપુરા માર્કેટ બન્યું હતું એ વખતે અગ્રેજોનું શાસન હતું.
આ માર્કેટ ત્યારે પણ ગુજરાત નું સૌથી મોટું માર્કેટ હતું અને આજે પણ ગુજરાતનું સૌથી મોટું માર્કેટ છે જ્યાં 500 દુકાનોમાં 5000થી વધારે માણસો કામ કરે છે.દરરોજ 120 ટન થી વધુ અનાજ નો અહીથી વેપાર થાય છે. જૂના માધુપુરા માર્કેટના ગાંધીનગરના અડાલજ ખાતે ખસેડવાનો નિર્ણય જૂના માધુપુરા વેપારી મહાજન મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો. આ માર્કેટમાં અનાજ તેલ ઘી ગોળ નારિયેળ અને અન્ય કરિયાણાની આશરે 700થી વધુ દુકાનોમાં માલ ભરીને આવતી ટ્રકને રાત્રે 11થી 6 પરવાનગી આપવામાં આવી હતી. બે તબક્કામાં ઉભા થનારા માર્કેટમાં ગોડાઉન પણ બનવાનું હતું પરંતુ આ બધા જ પ્લાન પર પાણી ફરી ગયું.
અમદાવાદનું જૂના માધુપુરા, 100 વર્ષ પહેલાં અમદાવાદના આ માર્કેટની રોનક જે હતી એ આજે પણ છે.વર્ષો થીવેપારીઓ અહી અનાજ ગોળ કરિયાનાં નો વેપાર કરે છે આ જ માર્કેટમાંથી અમદાવાદીઓ હોલસેલનાં ભાવનું ખરીદી પણ લે છે પરંતુ અચાનક મહાજન દ્વારા આ માર્કેટની સાકડમણને કારણે અત્યાધુનિક કરવા માટે અડાલજ ખસેડવાનો લેવાયો હતો જે માટે 60 જેટલા વેપારીઓ પાસેથી બુકિંગ પેટે ચેક પણ કરી લેવાયા હતા. જોકે બહુમતીના થતા પ્લાન પૂરેપૂરી રીતે ફ્લોપ થઇ ગયો.
આ અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના ફૂડ કમિટી ચેરમેન નાં કહેવા પ્રમાણે જૂના માધુપુરા માર્કેટમાં ટ્રકો હાલ આવી નથી શકતી જેને કારણે તકલીફ પડે છે અત્યારે નહિ તો પછી વેપારીઓ ની સહમતી સાથે માર્કેટ ને બહાર ખસેડવું તો પડશે જ્યારે માર્કેટ બહાર લઈ જવા માટે વિરોધાભાસ ધરાવતા જૂના માધુપુરાના વેપારીઓ ન્યુઝ18 સાથે વાતચીત કરી જેમાંથી મહેશ મહોતાનાં કહેવા પ્રમાણે માર્કેટ બહાર લઈ જાય તો ત્યાં બિઝનેસ પહેલા જેવો થાય એવું નક્કી નથી.
મારી પાંચમી.પેઢી છે જેઓ માર્કેટમાં ધંધો કરે છે એવામાં માર્કેટ બહાર ગયા પછી અમે ધંધો કરીશું કે કેમ એ સવાલ.છે એમાંય જે માર્કેટ બહાર જવાનું હતું એ તો અડાલજ જવાનું હતું અમદાવાદમાં ધંધો ઊગે પરંતુ ગાંધીનગર માં ધંધો અમદાવાદ જેવો થાય કે નહિ એ કહી ના શકાય. બીજી તરફ અન્ય વેપારી મોહનભાઈ રાઠીએ જણાવ્યું કે માર્કેટ જો બહાર લઈ જવું હોય તો સરકાર એ સ્ટેપ લેવું જોઇએ.
અડાલજમાં 90 લાખની દુકાન કેવી રીતે પોસાય અહી બેઠા બેઠા અમે ધંધો કરીએ અને ત્યાં દુકાનમાં કોણ વસ્તુઓ લેવા આવે સામાન્ય નાગરિક પોસાઈ નહિ.પેટ્રોલના પૈસા ખર્ચી ને કોઈ વ્યક્તિ આવે ખરા તો આ તરફ રતનભાઈ રાજપૂતનાં જણાવ્યા પ્રમાણે માર્કેટ બહાર જવું હોય તો જાય પરંતુ તેઓ માધુપુરાની દુકાનમાં જ ધંધો કરશે કારણ કે ધંધો વર્ષો જૂનો છે.જ્યાં અબજી માતા પોતે ચાલી ને આવ્યા છે એ જગ્યા ફળદ્રુપ છે. અહીંનો વેપારી ક્યારેય બહાર ના જાય સફળ થાય કે નહિ એની ગેરંટી નથી પરંતુ જે જમીન પર અંબા માતા ચાલીને આવ્યા છે એ જમીન પર ચોક્કસ સફળતા ની ગેરંટી છે.
અમદાવાદના જૂના અને નવા માધુપુરામાં અલગ અલગ વસ્તુઓનું વેચાણ થાય છે આમ તો માધુપુરાના ચાર ભાગમાં વહેચાયેલું છે જેમાં નવા અને જુના માધુપુરા સાથે ગંજ બજાર અને માધુપુરા ચોકની કુલ 800 દુકાનો આવેલી છે. નવા માધુપુરામાં 200થી પણ વધારે વેપારીઓ પીરાણા વેપાર કરવા માટે તૈયાર થયા છે જ્યારે જૂના માધુપુરાના વેપારીઓ તૈયાર નથી થતા. જેની પાછળ નું કારણ દુકાનની મોંઘી કિમંત પણ છે. નવા માધુપુરામાં વેપારીઓએ દુકાન ખરીદવી હોય તો પ્લાન પ્રમાણે 50 લાખ ની આસપાસ ભાવ રાખવામાં આવ્યો છે.
જ્યારે જૂના માધુપુરામાં પ્લાન પ્રમાણે 90 લાખ કોસ્ટ નક્કી કરવામાં આવી એ પણ અમદાવાદના અડાલજ વિસ્તારમાં. વેપારીઓ એ વેપાર કરવાનું સ્થળ આટલઆ મોટા ભોગે અડાલજ પસંદના કર્યું અને એક્સુર થઈને આખો પ્લાન કેન્સલ કરાવી નાખ્યો આગામી સમયમાં જો સસ્તી દુકાન મળે તો પણ વેપારીઓ ને પોતાની શાખ છોડીને જવું પસંદ નથી પોતાની દુકાન માધુપુરામાં જ રહે એ માટે વેપારીઓ કઈ પણ કરી છૂટવા તૈયાર છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર