Home /News /madhya-gujarat /JNU તરફ જતી બસ માંથી મળી આવી પિસ્તોલ-જીવતા કારતૂસ, કન્હૈયા-ખાલિદની સુરક્ષામાં વધારો

JNU તરફ જતી બસ માંથી મળી આવી પિસ્તોલ-જીવતા કારતૂસ, કન્હૈયા-ખાલિદની સુરક્ષામાં વધારો

જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલય (જેએનયૂ) તરફ જતી બસ નંબર 605 માં એક કન્ટ્રી મેડ પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ મળી આવતા દિલ્હી પોલીસ હરકતમાં આવી ગઇ છે.

જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલય (જેએનયૂ) તરફ જતી બસ નંબર 605 માં એક કન્ટ્રી મેડ પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ મળી આવતા દિલ્હી પોલીસ હરકતમાં આવી ગઇ છે.

  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલય (જેએનયૂ) તરફ જતી બસ નંબર 605 માં એક કન્ટ્રી મેડ પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ મળી આવતા દિલ્હી પોલીસ હરકતમાં આવી ગઇ છે. આ સમગ્ર મામલાને જોતા જેએનયૂ વિદ્યાર્થી સંઘ નેતા ઉમર ખાલિદ અને કન્હૈયાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રૂટ નંબર 605 બસ મોરી ગેટથી બસંત વિહાર તરફ જતી હોય છે.

રૂટ નંબર 605ની બસમાં રોજ એક વાગ્યે JNU કેમ્પસ જતી હોય છે, તે બસ માંથી પિસ્તોલ અને 4 કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. બસના ડ્રાઇવરે સાંજે 6 વાગે ઇન્ડિયા ગેટના પાસે લાવારિસ બેગ જોતા પોલીસને કોલ કરીને આ અંગે સૂચના આપી હતી. દિલ્હી પોલીસે તિલક માર્ગમાં 25 આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. કન્હૈયાની સુરક્ષાને લઇને દિલ્હી પોલીસ ખૂબ સતર્ક થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ દિલ્હીમાં પ્રેસ ક્લબની બહાર અમુક એવા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેમાં કન્હૈયાને જાનથી મારી નાંખવા પર ઇનામ આપવાનું એલાન કરવામાં આવ્યું હતુ. જેના બાદ સ્પેશિયલ સેલે જેએનયૂ એડમિનિસ્ટ્રેશન પાસેથી કન્હૈયા સાથે જોડાયેલી રોજે રોજની જાણકારી માંગી હતી, જેથી કન્હૈયા, જ્યારે કોલેજથી બહાર આવે તો તેણે સુરક્ષા આપી શકાય.
First published:

Tags: ઉમર ખાલિદ, જેએનયૂ, પિસ્તોલ, પોલીસ`, બસ, વધારો, સુરક્ષા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन