RBI ગવર્નર ઇતિહાસનાં વિદ્યાર્થી, આશા રાખીએ કે RBIને ઇતિહાસ ન બનાવી દે: જયનારાયણનો ટોણો

News18 Gujarati
Updated: December 12, 2018, 3:56 PM IST
RBI ગવર્નર ઇતિહાસનાં વિદ્યાર્થી, આશા રાખીએ કે RBIને ઇતિહાસ ન બનાવી દે: જયનારાયણનો ટોણો
શક્તિકાંત દાસ, જયનારાયણ વ્યાસ

આ સવાલ ઘણાને થયો છે. ગુજરાત ભાજપનાં નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જયનારાયણ વ્યાસે તો ટ્વીટ પણ કરી દીધું.

  • Share this:
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં નવા ગવર્નર શક્તિકાંત દાસ અર્થશાસ્ત્રમાં નહીં પણ ઇતિહાસમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે. અત્યાર સુધી ચીલો એવો રહ્યો છે કે, આરબીઆઇનાં ગવર્નર અર્થશાસ્ત્રમાં ભણેલા હોય છે. આથી, સમગ્ર દેશમાં એ ચર્ચા ચાલી રહી છે કે, ઇતિહાસનાં અનુસ્નાતક શક્તિકાંત દાસ આરબીઆઇ જેવી મહત્વની સંસ્થા કેવી રીતે ચલાવશે?

આ સવાલ ઘણાને થયો છે. ગુજરાત ભાજપનાં નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જયનારાયણ વ્યાસે તો ટ્વીટ પણ કરી દીધું.

જયનારાયણ વ્યાસે લખ્યું કે, નવા RBIનાં નવા ગવર્નરની શૈક્ષેણિક લાયકાચ એમ.એ (ઇતિહાસ) છે. આશા રાખીએ અને પ્રાર્થના કરીએ કે, તેઓ RBIને તેઓ ઇતિહાસ ન બનાવી દે. નવા આવનારને ભગવાન આશીર્વાદ આપે.”

કોણ છે શક્તિકાંત દાસ?

પૂર્વ નાણા સચિવ અને હાલનાં નાણા પંચના સભ્ય શક્તિકાંત દાસની રિઝર્વ બેંક ઓફ ઇન્ડયા (RBI)નાં નવા ગવર્નર તરીરે નિમણૂંક પામ્યા છે. ઉર્જિત પટેલે ગવર્નર તરીકે રાજીનામુ આપ્યા પછીનાં 24 કલાકમાં જ તેમની નવા ગવર્નર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ઉર્જિત પટેલને મોદી સરકાર સાથે કેટલાક નીતિ વિષયક બાબતે વાંધાઓ હતા તે હવે જગ જાહરે છે.

2016માં જ્યારે મોદીએ નોટબંધી લાદી ત્યારે શક્તિકાંત દાસ કેન્દ્ર સરકાર વતી આ નિર્ણયને બચાવ કરતા હતા. તે વખતે તેઓ લગભગ રોજ પત્રકાર પરિષદો કરતા હતા.

આ પણ વાંચોઃ નવા RBI ગવર્નર શક્તિકાંત દાસ કઇ જ્ઞાતિનાં છે? લોકોએ Google પર સર્ચ કર્યું

જો કે, આરબીઆઇ ગર્વનર તરીકે નિમણૂંક થયા પછી તરત જ, સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા જાગી અને અનેક ભારતીયોએ ગૂગલ પર શક્તિકાંત દાસની શૈક્ષિણક લાયકાત શું છે એ સર્ચ કર્યુ હતું.

જો કે, હવે જ્યારે તેમની આરબીઆઇનાં ગવર્નર તરીકે નિમણૂંક થતાની સાથે જ, ભારતીયોએ ગૂગલ પર શક્તિકાંત દાસ કઇ જ્ઞાતિનાં છે તે સર્ચ કરવાનું શરૂ કર્યુ હતું અને શક્તિકાંત દાસ કાસ્ટ શબ્દ ટ્રેન્ડ કરી રહ્યો હતો. આ પહેલા મંગળવારે ગૂગલ પર શક્તિકાંત દાસની શૈક્ષેણિક લાયકાત વિશે લોકો સર્ચ કરતા હતા.

 
First published: December 12, 2018, 3:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading