Home /News /madhya-gujarat /

અમદાવાદઃ જમવાના બહાને હોટલમાં લઈ જઈ વિદ્યાર્થિની પાસે અભદ્ર માંગણી કરનાર લંપટ પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટ ટર્મિનેટ

અમદાવાદઃ જમવાના બહાને હોટલમાં લઈ જઈ વિદ્યાર્થિની પાસે અભદ્ર માંગણી કરનાર લંપટ પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટ ટર્મિનેટ

પ્રોફેસરની તસવીર

પ્રોફેસર વાડજમાં વિદ્યાર્થીને હોટલમાં જમવા લઈ ગયો હતો અને જમ્યા બાદ પ્રોફેસરે હોટલના રુમ કેવા છે તે જોવા માટે વિદ્યાર્થિનીને લઈ ગયો હતો.

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના (Gujarat University) કેમેસ્ટ્રી વિભાગના (Department of Chemistry) પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટને આખરે ટર્મિનેટ કરી દેવાયા છે. કેમેસ્ટ્રીમાં પીએચડીનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની જાતીય સતામણી (molestation) સંદર્ભે તપાસ સમિતિ દ્વારા સોંપવામાં આવેલા રીપોર્ટ ગુજરાત યુનિવર્સિટીને સોંપવામાં આવ્યો હતો.

આ રિપોર્ટમાં પ્રોફેસર સામેના આરોપો સાબિત થતા ગુજરાત યુનીવર્સીટીમાં  સીન્ડીકેટ મળેલી બેઠકમાં પ્રોફેસરને ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં પીએચડીના પ્રોફેસરએ દોઢ વર્ષ અગાઉ એક વિદ્યાર્થીની સાથે અભદ્ર માંગ કરી હતી.

વિદ્યાર્થિનીને જમવાના બહાને પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટએ લંપટવેડા કર્યા હતા. વિદ્યાર્થિનીએ આક્ષેપ કર્યો હતો કે પ્રોફેસર વાડજમાં વિદ્યાર્થીને હોટલમાં જમવા લઈ ગયો હતો અને જમ્યા બાદ પ્રોફેસરે હોટલના રુમ કેવા છે તે જોવા માટે વિદ્યાર્થિનીને લઈ ગયો હતો અને ત્યાર બાદ વિદ્યાર્થિનીને થોડીવાર રુમમાં બેસીએ તેવું જણાવતા વિદ્યાર્થીની પ્રોફેસરની દાનત સમજી ગઈ હતી અને ત્યાંથી તે નીકળીને જતી રહી હતી.

આ પણ વાંચોઃ-

આ અંગેની ફરિયાદ વિદ્યાર્થીનીએ મેઈલ મારફતે યુનિવર્સિટીના સંચાલકોને કરી હતી તેમજ યુનિવર્સિટીના કુલપતિને પણ ફરિયાદ કરી હતી. તેમ છતાં કોઈ પગલા નહિ લેવાતા યુનિવર્સિટીએ એબીવીપીના વિદ્યાર્થી સંગઠનના આગેવાનોને રજુઆત કરી હતી. જેના પગલે એબીવીપીના વિદ્યાર્થી નેતાઓએ કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચોઃ-

અને વિદ્યાર્થીનીને ન્યાય આપવાની માંગ કરી હતી. વિદ્યાર્થિ સંગઠનના આ હોબાળા બાદ યુનિવર્સિટી દ્વારા તાત્કાલીક અસરથી ઈન્ટરનલ કમ્પ્લેઈન કમિટી નિમવામાં આવી  હતી. અને પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ તપાસ માટે નિમાયેલી તપાસ કમીટીએ વિદ્યાર્થીનીઓના તેમજ પ્રોફેસરના નિવેદન લીધા હતા.



અને પોલીસની મદદથી પ્રોફેસર વિદ્યાર્થિનીને જે વાડજની હોટલમાં લઈ ગયો હતો ત્યાના સીસીટીવી ફુટેજ પણ ચકાસ્યા હતા. આખરે તપાસ સમિતિએ પ્રોફેસર સામેનાં આરોપો સાચા હોવાનું પોતાના રીપોર્ટમાં રજૂ કર્યું. આ રિપોર્ટમાં પ્રોફેસર સામેના આરોપો સાબિત થતા ગુજરાત યુનીવર્સીટીમાં  સીન્ડીકેટ મળેલી બેઠકમાં પ્રોફેસરને ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Published by:ankit patel
First published:

Tags: Molestation, અમદાવાદ, ગુજરાત, ગુજરાત યુનિવર્સિટી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन