મથુરાકાંડમાં અધિકારીઓની મોટી ચૂક, તપાસ બાદ કાર્યવાહી કરાશે- અખિલેશ યાદવ

મથુરાકાંડમાં અધિકારીઓની મોટી ચૂક, તપાસ બાદ કાર્યવાહી કરાશે- અખિલેશ યાદવ
#મુખ્યમંત્રી અખિલેશ યાદવે મથુરા હિંસામાં શહીદ થયેલા બે જાબાંઝ પોલીસ અધિકારીઓને શ્રધ્ધાંજલિ આપતાં કહ્યું કે, સમગ્ર ઘટના પોલીસ પ્રશાસનની મોટી ચૂક હતી.

#મુખ્યમંત્રી અખિલેશ યાદવે મથુરા હિંસામાં શહીદ થયેલા બે જાબાંઝ પોલીસ અધિકારીઓને શ્રધ્ધાંજલિ આપતાં કહ્યું કે, સમગ્ર ઘટના પોલીસ પ્રશાસનની મોટી ચૂક હતી.

 • Pradesh18
 • Last Updated:June 03, 2016, 15:28 pm
 • Share this:
  મથુરા #મુખ્યમંત્રી અખિલેશ યાદવે મથુરા હિંસામાં શહીદ થયેલા બે જાબાંઝ પોલીસ અધિકારીઓને શ્રધ્ધાંજલિ આપતાં કહ્યું કે, સમગ્ર ઘટના પોલીસ પ્રશાસનની મોટી ચૂક હતી.

  સીએમ અખિલેશે કહ્યું કે, પોલીસને પુરી તૈયારી સાથે જવું જોઇતું હતું પરંતુ આવું થયું નથી, જેને પગલે આ ઘટના થઇ છે. તેમણે કહ્યું કે તપાસ બાદ જવાબદાર અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરાશે.  મુખ્યમંત્રીએ કહ્યું કે, પોલીસને તોફાની તત્વો સામે સખતાઇથી નીપટવું જોઇતું હતું, શહીદ પોલીસ અધિકારીઓના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં તેમણએ કહ્યું કે, દુ:ખની આ ઘડીમાં રાજ્ય સરકાર શહીદોના પરિવાર સાથે છે. શહિદોના પરિજનોને હર સંભવ સહાયતા આપવામાં આવશે. તેમણે શહીદોના પરિવારજનોને 20 લાખ રૂપિયા વળતર આપવાની પણ જાહેરાત કરી છે.

  અહીં નોંધનિય છે કે, મથુરાના જવાહરબાગ પાર્કમાં ગેરકાયદેસર કબ્જો જમાવી બેઠેલા તત્વોને હટાવવા જતાં રામવૃક્ષ યાદવના સમર્થકોએ ઓચિંતો હુમલો કરી દીધો હતો. જેમાં એસપી સિટી મુકુલ દ્વિવેદી અને ફરહ એસઓ સંતોષ યાદવનું મોતી નીપજ્યું હતું.
  First published:June 03, 2016, 15:28 pm