અમદાવાદ : LRD ભરતી મામલે થયેલી એક રિટમાં સમગ્ર ભરતીને રદબાતલ કરી પુરુષ ઉમેદવારોને અન્યાય ના થાય તે રીતે ભરતી પ્રક્રિયા ફરીથી કરવાની માગ કરવામાં આવી છે. જે મામલે હાઇકોર્ટના જસ્ટિસ એ.સી. રાવે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે.
સમગ્ર મેટરમાં લોકરક્ષક અનઆર્મ્ડ પો.કોન્સ્ટેબલ, આર્મ્ડ પો. કોન્સ્ટેબલ અને જેલ સિપાહી માટેના પુરુષ ઉમેદવારોએ એડવોકેટ આનંદ યાજ્ઞીક મારફતે હાઇકોર્ટમાં અરજી કરી બે કે પાચ માર્કથી રહી ગયેલા પુરુષ ઉમેદવારો માટે ન્યાયની દાદ માગી છે અને કેટલાક મુદ્દા ઉપસ્થિત કર્યા છે.
આ પણ વાંચો - રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1442 કેસ નોંધાયા, 1279 દર્દી સાજા થયા, રિકવરી રેટ 84.74% થયો
પહેલો કે એલ.આર.ડી.ની ભરતી નામદાર ગુજરાત હાઇકોર્ટ 5/8/2020 ના રોજ બહેનો માટે 33 ટકા અનામત ગુજરાત રાજયોમાં સરકારી ભરતીમાં કેવી રીતે અમલમાં મુકાય તે અંગે ખંડપીઠે આપેલા ચુકાદાની વિરુદ્ધ થાય છે અને તેથી સમગ્ર ભરતી રદબાતલ થવી જ જોઇએ.
બીજું એ છે કે ભરતી પ્રક્રિયા શરુ થયા પછી તે પૂર્ણ થવાના આરે આવેલી હોય ત્યારે સ્ત્રી ઉમેદવારો માટે માર્કમાં રિલેક્શન આપીને યોગ્યતા માટેના ધારાધોરણ બહેનો માટે જે 50 ટકા કટઓફ માર્કસ રાખવામાં આવ્યા તે સુપ્રીમ કોર્ટના 18 ચુકાદાઓની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી વિપરીત હોવાથી સરકારની ભરતી પ્રક્રિયા સંદતરપણે ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે.
Published by:Ashish Goyal
First published:September 25, 2020, 21:21 pm