LRD ભરતી વિવાદ : પ્રદિપસિંહે કહ્યું- બહેનોની માંગણી સ્વીકારી, સરકાર પર વિશ્વાસ કરી આંદોલન સમાપ્ત કરો

News18 Gujarati
Updated: February 11, 2020, 7:46 PM IST

રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કોંગ્રેસ રાજકીય હેતુ સિદ્ધ કરવા વર્ગવિગ્રહ કરાવવાનું કામ બંધ કરે

  • Share this:
ગાંધીનગર : રાજયમાં LRDની ભરતીમાં અનામત વર્ગને અન્યાયના મુદ્દે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં છેલ્લા 64 દિવસથી ચાલતા મહિલાઓના આંદોલનમાં OBC સમાજની યુવતીઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત બાદ સરકારે તેમની માંગ સ્વીકારી લીધી છે અને 1-8-2018ના પરિપત્રમાં સુધારો કરવાની બાહેંધરી આપી છે. જોકે, આ મામલે આંદોલનકારી યુવતીઓ હજુ પણ છાવણી ખાતે અડીખમ બેઠી છે અને સરકાર પાસેથી પરિપત્રની નકલની માંગણી કરી રહી છે. દરમિયાન આ સમગ્ર મુદ્દે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.

પ્રદિપસિંહે જણાવ્યું, “ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે એલઆરડીના સંદર્ભમાં 1-8-2018નો જે પરિપત્ર છે તેમાં કોઈ વિસંગતતાઓ હશે તો દૂર કરવામાં આવશે. તેમણે દેશમાં જુદા જુદા રાજ્યોમાં આનો કેવો અમલ થાય છે તેનો અભ્યાસ કરવાની સૂચના આપવામાં આવી હતી.1-8-2018નો જે પરિપત્ર છે તેના કારણે ઉભી થયેલી સંભવિત વિસંગતતાઓ નિવારવા માટે સરકારે નિર્ણય લીધો છે. અમે 1-8-2018ના પરિપત્રમાં સુધારો કરીશું. સરકાર અનામતની નીતિને વરેલી સરકાર છે. જેને અનામત મળવાપાત્ર છે તેના હક્કોનું રક્ષણ કરવું અમારી પ્રતિબદ્ધતા છે. બંધારણની જોગવાઈ અનુસાર ક્યાંય પણ કોઈ કચાસ હશે તો અમે ચલાવી લેવા માંગતા નથી. ”

આ પણ વાંચો :  ગુજરાત : LRD ભરતી આંદોલન મામલે સરકાર ઝૂકી, જૂનો પરિપત્ર રદ થશે

મંત્રીઓએ બહેનોને વિનંતી કરી છે

આ મામલે જે બહેનો સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરી રહી છે તેનો બહેનોને મંત્રીઓએ વિનંતી કરી છે કે તમે તમારૂં આંદોલન સમાપ્ત કરો. જો સમાજના કોઈ પણ વર્ગને અન્યાય થતો હશે તો અમે ચલાવી લેવા માંગતા નથી. રાજકીય આગેવાનોને વિનંતી કરૂં છું કે તમે તમારા રાજકીય આશય હેઠળ તમે એલઆરડીની બહેનોને ઉશ્કેરવાનું બંધ કરોકોંગ્રેસ વર્ગવિગ્રહ કરવાની પ્રવૃત્તિ બંધ કરે

પ્રદિપસિંહે જણાવ્યું કે ' હવે સરકારે આ પરિપત્રમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે ત્યારે સ્થળ પરથી બહેનો ઘરે જાય અને કોંગ્રેસને વિનંતિ કરું છું કે વર્ગવિગ્રહ કરવાની પ્રવૃત્તિ બંધ કરે. રાજ્યના વરિષ્ઠ મંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે એલઆરડીની ભરતીમાં એસસી. એસટી. ઓબીસીની મહિલાઓને અન્યવર્ગ કરતા મેરિટ ઉચું હોવ છતાં અન્યાય થઈ રહ્યો છે તેથી સરકાર આ દિશામાં વિસંગતતાઓ દૂર કરે તેવી રજૂઆત મળી હતી
First published: February 11, 2020, 7:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading