LRD પેપર લીકઃ વધુ ચાર આરોપીની પોલીસ કરી શકે છે ધરપકડ

News18 Gujarati
Updated: December 5, 2018, 1:00 PM IST
LRD પેપર લીકઃ વધુ ચાર આરોપીની પોલીસ કરી શકે છે ધરપકડ
પેપર લીક મામલે વધુ ચારની ધરપકડ

ચાર આરોપીની ધરપકડની સાથે આ કેસમાં અત્યાર સુધી ધરપકડની સંખ્યા 12 પર પહોંચી છે.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ

અમદાવાદઃ લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર લીક કરવા મામલે ગાંધીનગર પોલીસે વધુ ચાર આરોપીની ધરપકડ કરી શકે છે. આ આરોપીઓની પહેલા જ અટકાયત કરી લેવામાં આવી હતી. તેમની પૂછપરછ બાદ તેમની સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. ચાર આરોપીની ધરપકડની સાથે આ કેસમાં અત્યાર સુધી ધરપકડની સંખ્યા 12 પર પહોંચી જશે.

મુકેશ ચૌધરી બનાસકાંઠાનો મુખ્ય સૂત્રધાર

એવી પણ માહિતી મળી છે કે આરોપી મુકેશ ચૌધરી બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય સૂત્રધાર છે. મુકેશ ચૌધરીએ 50 જેટલા લોકોને પેપર વેચ્યું હોવાની માહિતી સામે આવી છે. પોલીસે પહેલા જ દિવસે મુકેશની ધરપકડ કરી લીધી છે. મુકેશ સિવાય બનાસકાંઠાના જ અન્ય પાંચ લોકોની પોલીસ અટકાયત કરી લીધી છે. મુકેશે વડગામના યુવાનોને પેપર વેંચ્યું હોવાની માહિતી મળી છે. હાલ પોલીસ મુકેશ ચૌધરીને કોલ ડિટેઇલના આધારે તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ  ક્યાંથી, કેવી રીતે અને કોની પાસેથી મેળવ્યું હતું પેપર? જાણો આખો ઘટનાક્રમ

કેવી રીતે પેપર થયું હતું લીક?લોકરક્ષક દળની પરીક્ષા લીક મામલે મંગળવારે ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા. મયુર ચાવડાએ કહ્યું હતું કે આ કેસનો મુખ્ય આરોપી અરવલ્લીનો પ્રતિક પટેલ છે. આ કેસમાં દિલ્હીના એક ગેંગની સંડોવણી પણ બહાર આવી છે.

એસપીના જણાવ્યા પ્રમાણે પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા લોકોને 29 નવેમ્બરના રોજ અલગ-અલગ ચાર વાહનોમાં દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. અહીં પાંચ પાંચ લોકોનાં ગ્રુપ બનાવી દેવામાં આવ્યા હતા અને તેમને પેપર તેમજ આન્સર કી બતાવવામાં આવી હતી. બાદમાં આ ગ્રુપમાંથી અમુક લોકો પ્લેનમાં તો અમુક બાય રોડ ગુજરાત પરત ફર્યા હતા. આ લોકો પાસેથી કોરા ચેક લઈ લેવામાં આવ્યા હતા. ડીલ પ્રમાણે તમામ લોકોએ પાંચ પાંચ લાખ રૂપિયા આપવાના હતા.

આ પણ વાંચોઃ કોણ છે પેપરફોડ દિલ્હીની ગેંગ? અન્ય રાજ્યના પેપર લીક કરવામાં છે માસ્ટર!

સૌ પહેલા પકડાયેલા આરોપી

1) પી.વી.પટેલ (વાયરલેસ પીએસઆઇ)
2) રૂપ શર્મા (ગાંધીનગર હોસ્પેટલની રેક્ટર)
3) મુકેશ ચૌધરી (ભાજપનો કાર્યકર)
4) મનહર પટેલ (ભાજપ કાર્યકર)

મંગળવારે આ લોકોની ધરપકડ કરવામાં આવી

1) નરેન્દ્ર ચૌધરી
2) અજય પરમાર
3) ઉત્તમસિંહ ભાટી
4) પ્રિતેશ પટેલ (આન્સર કી ખરીદનાર)

બુધવારે અટકાયત કરવામાં આવેલા આરોપી

1) જયેન્દ્ર રાવલ (બીજેપી કાર્યકર)
2) ભરત ચૌધરી
3) નવભાઈ વઘડીયા
4) સંદીપ ચૌધરી

આ પણ વાંચોઃ પેપર લીકઃ ચાર ગાડી લઈ પરીક્ષાર્થીઓ ગયા હતા દિલ્હી
First published: December 5, 2018, 11:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading