આખા રાજ્યમાં હાહાકાર મચાવનાર લોકરક્ષક પેપર લીક કાંડ મામલામાં વધુ એક આરોપીનું નામ સામે આવ્યું છે. ગાંધીનગર પોલીસે બાયડનાં ચોઈલા ગામનાં સુરેશ પંડ્યાની અટકાયત કરી લીધી છે. મહત્વનું છે કે આ પહેલા પણ બાયડનાં બે માણસોની સંડોવણી આ કેસમાં સામે આવી ચુકી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે પેપર લીક મામલામાં ગાંધીનગર પોલીસે અમદાવાદનાં નરોડા વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી છે. ઝડપાયેલ સુરેશ પંડ્યાનું નામ આ પહેલા પણ ગેરકાયદે નેશનલ સ્પોર્ટનાં સર્ટિફીકેટનું સેટિંગમાં સામે આવ્યું હતું. એટલે આ માણસ ગેરકાયદે ઘંઘા કરતો હશે તેવું કહી શકાય છે. તેનું નામ આંતરરાજ્ય મધ્ય પ્રદેશની ગેંગ સાથે સામે આવતા તેની શોધ કરીને અટકાયત કરવામાં આવી છે. બાયડમાંથી આ ત્રીજો માણસ છે જેની આ કેસમાં અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો: LRD પરીક્ષાઃ ઉમેદવારોએ પહેલા ફાળવાયેલા કેન્દ્રો પર જ આપવાની રહેશે પરીક્ષા
ચકચારી કૌભાંડમાં બાયડ ભાજપના નેતા મનહર પટેલની ધરપકડ બાદ બાયડ ભાજપના અન્ય નેતા પૂર્વ મહામંત્રી જ્યેન્દ્ર રાવલની પણ સંડોવણી સામે આવી હતી. ચર્ચાઇ રહ્યું છે કે પેપર લીડ કાંડમાં સંડોવાયેવા અનેક લોકો ભૂગર્ભમાં જતા રહ્યાં છે.
આ પણ વાંચો : LRD પેપર લીકમાં ગુજરાત પોલીસને ગુડગાવમાં મળી મોટી સફળતા
2જી ડિસેમ્બરે રાજ્યભરમાં યોજાનાર લોકરક્ષક દળની ભરતીની પરીક્ષાની લાખો બેરોજગાર યુવાનોએ નોકરીની આશાએ તડામાર તૈયારીઓ કરી નોકરીના સ્વપ્ન જોયા હતા. ભાજપ સરકારના કેટલાક નેતાઓએ કમાણી કરી લેવા પરીક્ષા અગાઉ જ પેપર લીક કરી દેવાતા તંત્રને પરીક્ષા મોકુફ રાખવાની ફરજ હતી જેના લીધે લાખો ઉમેદવારોને રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો. જેને પગલે ઘેરા પ્રત્યાઘાત પડતા હરકતમાં આવેલી સરકારે પેપર લીક પ્રકરણની તપાસ એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. અને પોલીસે ગણતરીની કલાકોમાં પાંચ આરોપી સામે ગુનો નોંધ્યો હતો.