LRD પેપર લીક વિવાદ: જાણો કયા સ્તરે થઈ શકે છે પ્રશ્નપત્ર લીક

News18 Gujarati
Updated: December 3, 2018, 12:01 PM IST
LRD પેપર લીક વિવાદ: જાણો કયા સ્તરે થઈ શકે છે પ્રશ્નપત્ર લીક
પ્રતીકાત્મક તસવીર

LRD પરીક્ષાની જેમ અન્ય પરીક્ષાઓમાં મોટા ભાગે પ્રિન્ટિંગ, પેકેજિંગથી માંડી સર્ક્યુલેશન પ્રક્રિયામાંથી લીક થતા પેપર

  • Share this:
લોકરક્ષક દળની ભરતી માટે પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ પેપર લીક થઈ જતાં ગુજરાત સરકાર સામે આંગળી ઉઠી રહી છે. વિવાદ ઊભો થયા બાદ પ્રશ્ન એ થાય છે કે પેપર ક્યાંથી લીક થયું? આ ઘટનામાં પ્રિન્ટિંગ કે પેકેજિંગની પ્રક્રિયામાં પેપર લીક થયું હોવાની શંકા છે. મોટાભાગે પેપરનું પ્રિન્ટિંગ જ્યાં થાય છે ત્યાંથી અથવા પેકેજિંગ સમયે અથવા સર્ક્યુલેશનમાં જ સરકારી સિસ્ટમના જ કોઈ માણસ દ્વારા પેપર લીક થયું હોઈ શકે છે.

તલાટી ભરતી કૌભાંડથી લઈને ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા, પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ ઉપરાંત ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષા તથા ટાટની પરીક્ષામં પણ પેપરો લીક થવાની ફરિયાદો થઈ ચૂકી છે. આ મોટાપાયે યોજાતી પરીક્ષાઓમાં હજારો સરકારી કર્મચારીઓ જોડાયેલા હોય છે તેવા સમયે સોશિયલ મીડિયાની મદદથી પેપર લીક થવાની સંભાવના વધી જાય છે. ઘણીવાર તો પરીક્ષાના કલાક પહેલાં જ પેપર લીક થઈ જાય છે.

આ પણ વાંચો, પોતાના માણસોએ જ પીઠમાં ભોંક્યું ખંજર, પેપર લીકમાં ભાજપનાં જ કાર્યકરોની સંડોવણી

આ ઉપરાંત પેપર જ્યાં પ્રિન્ટ થતાં હોય તે પ્રેસમાંથી પણ પેપર લીક થવાની શક્યતા રહે છે. તથા પેપરનો બંધ કરી સીલ કરવાની પ્રક્રિયા દરમિયાન પણ પેપર લીક થઈ શકે છે. આ પ્રક્રિયામાં સરકાર ખાનગી એજન્સીઓની સર્વિસ લેતી હોય છે. આ એજન્સીઓને સાધી એજન્ટોએ પેપર લીક કર્યું હોઈ શકે છે.

દરેક સેન્ટર પર સીસીટીવી કેમેરા હોવા સાથે પેપરો પોલીસના ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે લોક મારેલી પેટીઓમાં જ લવાયા હતા અને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા હતા. જેથી પેપર સર્ક્યુલેશન સમયે અથવા સેન્ટરો પરથી લીક થયું હોવાની શક્યતા નહિંવત છે. પરંતુ પરીક્ષા પહેલા જ્યાં પેપરો પ્રિન્ટ થયા હતાં ત્યાંથી પેપર લીક થયા હોવાની શંકા વધુ છે.
First published: December 3, 2018, 12:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading