LRD પેપર લીક: ઉમેદવારોને સરકારનો કોણીયે ગોળ, માત્ર બસ ભાડું આપશે!

News18 Gujarati
Updated: December 3, 2018, 11:04 AM IST
LRD પેપર લીક: ઉમેદવારોને સરકારનો કોણીયે ગોળ, માત્ર બસ ભાડું આપશે!
લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતાં ઉમેદવારોને જે વાહન મળ્યું તેમાં આ રીતે ઘરે પરત ફરવું પડ્યું.

LRD પેપર લીક: સરકારી નોકરી મેળવવાના સપના પર પરીક્ષા પેપર લીકથી લાગ્યું ગ્રહણ!

  • Share this:
લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. સરકારી નોકરી મેળવવા માટે આશા માંડીને બેઠેલા લાખો પરિવારોના સપનાંઓ તૂટી ગયા છે. પરીક્ષાર્થીઓ નિરાશ થઈને ભાર હૈયે ઘરે પરત ફર્યા છે. પરીક્ષા રદ થતાં રાજ્ય સરકારે હવે પછી યોજાનારી પરીક્ષા માટે બસ ભાડું ચૂકવવાની જાહેરાત કરી છે. પરંતુ સવાલ એ થાય છે કે આ વખતની પરીક્ષા આપવા માટે આવેલા 8.75 લાખ ઉમેદવારોએ ખર્ચેલા 90 કરોડ રૂપિયાનું છું?

સરેરાશ એક ઉમેદવારે લોકરક્ષક દળની પરીક્ષા માટે અંદાજીત 1000 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હોય તો રૂ 90 કરોડનો ખર્ચ થયો હોવાનો અંદાજ લગાવી શકાય. જેમાં ઉમેદવારોએ પરીક્ષાની તૈયારી પાછળ ખર્ચેલા હજારો કલાકોની કિંમત તો કેટલી ગણી થાય.

આ પણ વાંચો, 'ગુજરાતમાં પોલીસ ભરતીની મોકડ્રીલ યોજાઈ': LRD પેપર લીક અંગે સોશિયલ મીડિયા ઉપર ઉડી મજાક

પરીક્ષા નિરાશ થયેલાં ઉમેદવારોએ સરકારની બોદી સિસ્ટમ સામે વાંધો ઉઠાવ્યો છે અને બળાપો પણ કાઢ્યો છે. પરંતુ સવાલ એ છે કે લાખો બેરોજગારીનો સમય, ખર્ચની સરકારને બિલકુલ કિંમત જ નથી. આ સમગ્ર ઘટનામાં સરકારની બેદરકારી પણ સામે આવી છે. તલાટી ભરતી કૌભાંડ બાદ લોકરક્ષક ભરતી પરીક્ષાનું પેપર લીક થતાં રાજ્ય સરકાર પર સવાલ ઉઠી રહ્યા છે.
First published: December 3, 2018
વધુ વાંચો
अगली ख़बर