પેપર લીક કાંડમાં સૌથી મોટા સમાચારઃ મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સોલંકીની ધરપકડ

News18 Gujarati
Updated: December 6, 2018, 9:13 AM IST
પેપર લીક કાંડમાં સૌથી મોટા સમાચારઃ મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સોલંકીની ધરપકડ
યશપાલસિંહ સોલંકી (ફાઇલ તસવીર)

પોલીસે ઉંઘમાં જ યશપાલસિંહ સોલંકીને દબોચી લીધો, મહિસાગરના વીરપુર ગામ ખાતેથી ધરપકડ કરવામાં આવી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ લોક રક્ષક દળની પરીક્ષામાં મુખ્ય સૂત્રધાર કહેવામાં આવતા યશપાલસિંહ સોલંકીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે  ઉંઘમાંથી જ યશપાલને દબોચી લીધો છે. મહિસાગર જિલ્લાના વીરપુર ગામ ખાતેથી યશપાલની ધરપકડ કરી લેવામાં આવી છે. મહિસાગર એસઓજીને માહિતી મળતાની સાથે જ યશપાલને દબોચી લીધો હતો. યશપાલસિંહ સોલંકી દિલ્હી આન્સર કી લેવા માટે ગયો હતો. એટલે કે તેની ભૂમિકા આન્સર કી લાવવા સુધી સિમિત હતી. યશપાલની ધરપકડની સાથે આ કાંડમાં અત્યાર સુધી કુલ 13 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

યશપાલસિંહ સોલંકી વડોદરા કોર્પોરેશનમાં 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો તેમજ પેપર લીક કાંડ બાદ તે ગાયબ થઈ ગયો હતો. પોલીસ તેને પેપર લીક કાંડ બાદ શોધી રહી હતી.

આ પણ વાંચોઃ  'મારા પતિને કોઈ મોટા માણસે ફસાવ્યા છે,' યશપાલસિંહની પત્ની આવી સામે

કોણ છે યશપાલસિંહ સોલંકી?


યશપાલસિંહ સોલંકી પણ પરીક્ષાર્થી હતો. સુરત ખાતે પરીક્ષા આપવા માટે તેનો નંબર આવ્યો હતો. જોકે, પેપર લીક થઈ જતાં યશપાલ સુરતથી ગાયબ થઈ ગયો હતો.  યશપાલસિંહ ઠાકોર 11 મહિનાના વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે, તેમજ છેલ્લા 21 સપ્ટેમ્બર પછી તે નોકરી પર આવ્યો નથી. તેનો કોન્ટ્રાક્ટ પણ પૂરો થવામાં જ હતો. પેપર લીક કાંડ બાદ તેનો મોબાઇલ નંબર પણ બંધ થઈ ગયો હતો.  યશપાલસિંહ ફાઇલેરિયા શાખામાં હેલ્થ વર્કર તરીકે કામ કરતો હતો. વડોદરા કોર્પોરેશનના ડે. કમિશ્નર એસ.કે.પટેલે જણાવ્યું હતું કે 8મી ઓગસ્ટના રોજ યશપાલની 11 મહિનાના કોન્ટ્રાકટ પર ભરતી થઇ હતી.આ પણ વાંચોઃ પેપર લીકઃ ચાર ગાડી લઈ પરીક્ષાર્થીઓ ગયા હતા દિલ્હી

શું છે આખો મામલો?

બીજી ડિસેમ્બરના રોજ આખા રાજ્યમાં લગભગ લોક રક્ષક દળની આશરે આઠ હજાર જેટલી બેઠકો માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે તમામ પ્રક્રિયાએ પૂર્ણ થઈ ગઈ હતી તેમજ વિદ્યાર્થીઓ સવારે પરીક્ષા આપવા પણ જે તે સેન્ટરમાં પહોંચી ગયા હતા. જોકે, આ જ સમયે પેપર લીક થઈ જવાને કારણે પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના પરિણામ અસંખ્યા વિદ્યાર્થીઓ નિરાશ થયા હતા. આ મામલે પોલીસે રૂપલ શર્મા (ગાંધીનગરની એત હોસ્ટેલની રેક્ટર), પી.વી. પટેલ (વાયરલેસ પીએસઆઈ), મનહર પટેલ, મુકેશ ચૌધરી (ભાજપના કાર્યકરો)ની ધરપકડ કરી હતી. આ કેસમાં મુખ્ય સૂત્રધાર કહેવામાં આવતો યશપાલસિંહ સોલંકી હાલ ફરાર છે.

કેવી રીતે થયો પેપર લીકનો પર્દાફાશ?

- જેનું નામ સૂત્રધાર તરીકે લેવામાં આવે છે તે યશપાલસિંહ દિલ્હીથી કોઈ ગુજરાતી જાણતા વ્યક્તિ પાસેથી આ પેપર લાવ્યો હતો. આ ગુજરાતી જાણનાર વ્યક્તિ કોણ છે તેનો ખુલાસો થયો નથી.

- યશપાલે આ જવાબો ભાજપના મનહર પટેલને વેચ્યા હતા. મનહર પટેલે આ જવાબો રૂપલ શર્મા અને ભાજપના મુકેશ ચૌધરીને વેચ્યા હતા.

- વાયરલેસ પીએસઆઈ પી.વી. પટેલે રૂપલ શર્મા પાસેથી તેમના સગાં-સંબંધીઓ માટે આ પેપર ખરીદ્યા હતા.

- રૂપલે આ પેપર સાચા છે કે નહીં તેની ખરાઈ માટે પી.એસ.આઈ ભરત બોરાણાનો સંપર્ક કર્યો. ભરત બોરાણાએ આ અંગેની જાણ પોલીસ ભરતી બોર્ડના વિકાસ સહાયને કરી અને આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ  LRD પરીક્ષાની નવી તારીખ જાહેર, 6 જાન્યુઆરીએ લેવાશે પરીક્ષા

અત્યાર સુધી કોની કોની ધરપકડ કરવામાં આવી?

1) પી.વી.પટેલ (વાયરલેસ પીએસઆઇ)
2) રૂપ શર્મા (ગાંધીનગર હોસ્પેટલની રેક્ટર)
3) મુકેશ ચૌધરી (ભાજપનો કાર્યકર)
4) મનહર પટેલ (ભાજપ કાર્યકર)
5) નરેન્દ્ર ચૌધરી
6) અજય પરમાર
7) ઉત્તમસિંહ ભાટી
8) પ્રિતેશ પટેલ (આન્સર કી ખરીદનાર)
9) જયેન્દ્ર રાવલ (બીજેપી કાર્યકર)
10) ભરત ચૌધરી
11) નવભાઈ વઘડીયા
12) સંદીપ ચૌધરી
13) યશપાલસિંહ  સોલંકી

આ પણ વાંચોઃ પેપર લીકઃ ચાર ગાડી લઈ પરીક્ષાર્થીઓ ગયા હતા દિલ્હી
First published: December 6, 2018, 7:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading