લોકરક્ષક દળની પરીક્ષા લીક મામલે ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા. આ કેસમાં દિલ્હીની એક ગેંગની સંડોવણી પણ બહાર આવી છે. આમ આ મામલે અત્યાર સુધી કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
એસપી મયુર ચાવડાએ જણાવ્યું કે, પરીક્ષાર્થીઓ તથા આ પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા લોકો 29 નવેમ્બરે અલગ-અલગ ચાર વ્હીકલમાં બેસી નાના ચીલોડા ભેગા થયા હતા. અહીંથી આ તમામ ચાર ગાડી ગુડગાંવ માટે રવાના થાય છે. ગુડગાંવ પહોંચી પરીક્ષાર્થીઓને લેવા દિલ્હીની એક ગેંગ આવે છે. દિલ્હીની ગેંગ પોતાની ચાર ગાડી લઈને આવે છે. પરીક્ષાર્થીઓની ચાર ગાડી ગુડગાંવમાં જ મુકી દેવામાં આવે છે, અને પોતાની ગાડીઓમાં તેમને દિલ્હી લઈ જવામાં આવે છે. દિલ્હી પહોંચી પાંચ પાંચના ગ્રુપમાં આ પરીક્ષાર્થીઓ અલગ-અલગ થાય છે, જેમને અલગ-અલગ જગ્યા પર લઈ જવામાં આવે છે. દિલ્હીની ગેંગ દ્વારા તેમને ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું પેપર, તેની આન્સરશીટ આપવામાં આવે છે. ત્યારબાદ બે કલાક રોકાઈ પેપર વાંચી લેવામાં આવે છે. તમામ પરીક્ષાર્થીઓ 30 તારીખે રાત્રે નીકળી ગુજરાત પરત આવે છે.
મયુર ચાવડાએ કહ્યું હતું કે જે વિદ્યાર્થીઓ ગાડીમાં બેસીને દિલ્હી ગયા હતા તે બધાએ દિલ્હીની ગેંગને પાંચ લાખ રુપિયાનો કોરો ચેક આપ્યો હતો. આ કોરા ચેક ઉપર એવી શરત હતી કે તમે પેપર જોઈ લો તે સવાલો સાચા પડે તો પછી ગેંગના નામે આ ચેક લખી લેવાની યોજના હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર