LRD પેપર લીકઃ ઉમેદવારોના 88 કરોડ ડૂબ્યા, સરકારને માત્ર રૂ.5.20 કરોડનું નુકસાન

News18 Gujarati
Updated: December 3, 2018, 12:43 PM IST
LRD પેપર લીકઃ ઉમેદવારોના 88 કરોડ ડૂબ્યા, સરકારને માત્ર રૂ.5.20 કરોડનું નુકસાન
એલઆરડી પરીક્ષાના ઉમેદવારો

ગુજરાતના આશરે નવ લાખ જેટાલા ઉમેદવારોના 88 કરોડ રૂપિયા ડૂબ્યા હતા તો ગુજરાત સરકારને પણ રૂ.5.20 કરોડનું નુકસાન થયું હતું

  • Share this:
ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા રવિવારે લોક રક્ષક ભરતીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ પરીક્ષાના કલાકો પહેલાં જ પેપર ફૂટી જતાં આખી પરીક્ષાને રદ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ગુજરાતના આશરે નવ લાખ જેટાલા ઉમેદવારોના 88 કરોડ રૂપિયા ડૂબ્યા હતા તો ગુજરાત સરકારને પણ રૂ.5.20 કરોડનું નુકસાન થયું હતું.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્યભરમાં પરીક્ષા કેન્દ્રો ઉમેદવારના રહેઠાણના સ્થળેથી 200થી 300 કિલોમિટર દૂર હતા. પરીક્ષા ત્રણ વાગ્યે શરૂ થવાની હતી છતાં કેન્દ્રમાં 11 વાગે પ્રવેશ લેવાનો હોવાથી ઉમેદવારો વહેલા નીકળી પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા. અને કેટલાકને આગલી રાત્રે જ પરીક્ષાના શહેરમાં પહોંચવું પડ્યું હતું. પ્રત્યેક ઉમેદવારને આશરે રૂ. 1000નો ખર્ય થયો હોવાનો અંદાજ ગણીએ તો 8,76,356 ઉમેદવારોના કુલ 87.64 કરોડ પાણીમાં ગયા એવો અંદાજ મૂકી શકાય છે.

આ પણ વાંચોઃ-ભાજપના ઇશારે જાણી જોઇને પેપર લીક કરવામાં આવે છેઃ પેપર લીક મુદ્દે અમિત ચાવડા

તો બીજી તરફ સરકાર તરફથી પરીક્ષા વ્યવસ્થા ગોઠવવાનો ખર્ચ રૂ.5.20 કરોડ જેટલો થયો હતો. સરકારેતમામ પરીક્ષા કેન્દ્ર ઉપર જે કર્મચારીઓ નિમ્યા હતા તે પેટે તેને કુલ રૂ. કરોડનું નુકસાન સહેવાનો વારો આવ્યો છે. વધુ દુઃખદ એ છે કે પરીક્ષા રદ થતા હવે ફરીથી ફરજ બજાવવા જવું પડશે એના કારણે આ તમામ કર્મચારીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો છે.

આ પણ વાંચોઃ-પોતાના માણસોએ જ પીઠમાં ભોંક્યું ખંજર, પેપર લીકમાં ભાજપનાં જ કાર્યકરોની સંડોવણી

સુત્રોના જણાવ્યા પ્રમાણે ખંડ નિરિક્ષક, સ્થળ નિરીક્ષક, પટ્ટાવાળા, પોલીસ, પેપર પ્રિન્ટ ખર્ચ સહિતના ખર્ચાઓને ભેગો કરીએ તો સરકારને રૂ. 5.20 કરોડનું નુકસાન થયું છે.ભરતીના આંકડા

લોકરક્ષકની જગ્યા- 9713
ઉમેદવાર- 8,76,356
પરીક્ષા શહેર - 29
પરીક્ષા કેન્દ્ર - 2440
પરીક્ષા ખંડ- 29,200
સ્ટ્રોંગ રૂમ- 29
First published: December 3, 2018, 12:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading