Home /News /madhya-gujarat /

કરુણ ઘટના! અમદાવાદઃ નણંદનાં પ્રેમિએ ગર્ભવતી ભાભીને પેટ પર મારી લાતો, ગર્ભમાં રહેલા 4 માસનાં બાળકનું મોત 

કરુણ ઘટના! અમદાવાદઃ નણંદનાં પ્રેમિએ ગર્ભવતી ભાભીને પેટ પર મારી લાતો, ગર્ભમાં રહેલા 4 માસનાં બાળકનું મોત 

પ્રતિકાત્મક તસવીર

મહિલાની નણંદે તે યુવક સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દેતા પંકજ ઉશ્કેરાયો હતો અને મહિલાની નણંદ સાથે બોલાચાલી કરી હતી.

અમદાવાદ: નારોલ વિસ્તારમાં નણંદ ના પ્રેમની (Boy friend) સજા ભાભીને મળી હોવાની દુઃખભરી ઘટના બની છે. એક ગર્ભવતી મહિલાને (pregnant woman beaten) યુવકે લાતો મારતા તેના ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું છે. નણંદ સાથે પ્રેમ સંબંધ હોવાનું કહીને આરોપી યુવક ઘરમાં પ્રવેશ્યો અને નણંદએ લગ્નનીના પાડતાં તેણે મારામારી કરી ગર્ભવતી ભાભીને લાતો મારતા તેના ગર્ભમાં રહેલા બાળકનું મોત થતા નારોલ પોલીસ સ્ટેશનમાં (Naroda police station) ફરિયાદ નોંધાઇ છે.

નારોલ પાસે આવેલા રાણીપુર ગામમાં રહેતી 26 વર્ષીય મહિલા તેના પતિ, બાળકો અને નણંદ સાથે રહે છે. તેનો પતિ એક કંપનીમાં નોકરી કરે છે. અગાઉ તેઓ નારોલનાં સૈજપુર ગોપાલપૂરમાં આવેલી એક ચાલી ખાતે રહેતા હતા. પરંતુ ત્યાં પાડોશમાં પંકજ ઉર્ફે ગોલુ પાંડે નામનો યુવક પરિવાર સાથે રહેતો હતો. જેની સાથે ફરિયાદી બહેનની નણંદની સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા.

જે બાબતની જાણ મહિલાને થતા છેલ્લાં બે દિવસથી તેઓ નારોલના વૈશાલીનગર ખાતે રહેવા આવી ગયા હતા. હાલ મહિલાને ચાર મહિનાનો ગર્ભ હતો. ગત ૧૮મી ફેબ્રુઆરીના રોજ મહિલા તેની નણંદ સાથે ઘરે હાજર હતી. તે વખતે બપોરના સમયે પંકજ ઉર્ફે ગોલુ તથા તેની માસીનો દીકરો શનિ દિનેશભાઈ પાંડે તેમજ તેના સગાં સંબંધીઓ મહિલાના ઘરે આવ્યા હતા. પંકજ ઉર્ફે ગોલુએ ફરિયાદી મહિલાની નણંદ સાથે લગ્ન કરવા છે તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ- ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફતેહવાડી નજીક નવજાતને તરછોડનાર નિષ્ઠુર માતા સહિત ચાર ઝડપાયા, કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ

જોકે ફરિયાદી મહિલાની નણંદે તે યુવક સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દેતા પંકજ ઉશ્કેરાયો હતો અને મહિલાની નણંદ સાથે બોલાચાલી કરી હતી. જેથી મહિલાએ ઝઘડો કરવાની ના પાડતા અને સમજાવવાનો પ્રયત્ન કરતાં યુવક સમજ્યો ન હતો અને મહિલા સાથે પણ ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચોઃ- કરુણ ઘટના! રાજકોટઃ માતા અને પત્નીના ઝઘડાથી કંટાણીને વેપારીએ દુકાનમાં જ કર્યો આપઘાત

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! અમદાવાદઃ પરિણીતાએ નવ વાગ્યે જમવાનું તૈયાર ન રાખ્યું, વિફરેલા પતિએ વાળ પકડી ફેંટો મારી

પંકજ સાથે આવેલા શનિ પાંડે નામના યુવકે અચાનક ઉશ્કેરાઈ ગર્ભવતી મહિલાને ધક્કો મારી નીચે પાડી દિધી હતી અને પંકજ ઉર્ફે ગોલુ પાંડેએ મહિલાને પેટના ભાગે જોરથી લાત મારી હતી. જેના કારણે મહિલાને પેટમાં સતત દુખાવો થયો હતો. પંકજે મહિલાની નણંદ સાથે પણ ઝપાઝપી કરી માર માર્યો હતો અને ત્યાંથી નીકળતી વખતે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.



જોકે તે બાદ મહિલાને દુખાવો વધુ થતા પતિને જાણ કરતા 108 મારફતે એલ.જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. એલ.જી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબો દ્વારા સોનોગ્રાફી કરીને મહિલાને જણાવાયુ કે તેના ગર્ભમાં રહેલ બાળકનું મૃત્યુ થયું છે. તેથી મહિલાએ પંકજ ઉર્ફે ગોલુ ઘનશ્યામ પાંડે અને શનિ દિનેશભાઈ પાંડે સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે નારોલ પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Latest crime news, અમદાવાદ, ગુજરાત, ગુનો

આગામી સમાચાર