અમદાવાદ: 'તારું માથું ના વાઢું તો યાદ રાખ જે', પ્રેમ લગ્ન કરનાર યુવકને મળી ધમકી


Updated: September 17, 2020, 8:19 PM IST
અમદાવાદ: 'તારું માથું ના વાઢું તો યાદ રાખ જે', પ્રેમ લગ્ન કરનાર યુવકને મળી ધમકી
પ્રતિકાત્મક તસવીર

પ્રેમ લગ્ન કરનાર યુવકને તેના જ કાકા સસરા એ માથું વાઢી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

  • Share this:
અમદાવાદ : કેટલાક લોકો હજી પણ પ્રેમ લગ્નનો સ્વીકાર ના કરતા હોય તેમ લાગી રહ્યું છે. પ્રેમ લગ્નના પરિણામે અનેક ગંભીર ગુનાઓ બનવા પામ્યા હોય તેવા ઘણા બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યાં શહેરના વટવા જી. આઇ. ડી. સી. વિસ્તારમાં આવો વધુ એક બનાવ સામે આવ્યો છે. પ્રેમ લગ્ન કરનાર યુવકને તેના જ કાકા સસરા એ માથું વાઢી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

વટવા જી આઇ ડી સી વિસ્તારમાં રહેતા અને સરકારી નોકરી માટે તૈયારી કરતા એક યુવક એ ફરિયાદ આપી છે કે, તેણે માર્ચ ૨૦૧૯માં પ્રેમ લગ્ન કર્યા બાદ પોલીસ સ્ટેશન હજાર થયા હતા. જોકે યુવતીના પરિવારજનો ના ડરના કારણે તેઓ અલગ અલગ જગ્યા એ રહેતા હતા.

આ પણ વાંચોઅમદાવાદ: 3 પોલીસકર્મીને ટામેટા ભારે પડ્યા, આવ્યો જેલમાં જવાનો વારો, જાણો કોણ-કોણ આવ્યા ACBના ઝપેટામાં

૧૧ જુલાઈ ૨૦૧૯ના દિવસે યુવતીના કાકાએ યુવકને ઈન્સ્ટાગ્રામ પર બીભત્સ ગાળો લખીને મોકલી હતી. બાદમાં ૩ સપ્ટે. ૨૦૧૯ના દિવસે પણ ફેસબુક પર મેસેંજરના માધ્યમથી યુવકને તારું માથું ના વાઢું તો યાદ રાખ એવું લખીને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.

જોકે યુવક યુવતી ૧૫ મી સપ્ટે. ૨૦૨૦ના દિવસે વટવા જી આઇ ડી સી તેમના ઘરે રહેવા માટે આવતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by: kiran mehta
First published: September 17, 2020, 8:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading