Home /News /madhya-gujarat /

Crime: અમદાવાદમાં પ્રેમ લગ્ન કર્યા બાદ ભારોભાર પસ્તાઈ યુવતી, દારૂ પીને પતિ કરે છે પત્ની પર અત્યાચાર

Crime: અમદાવાદમાં પ્રેમ લગ્ન કર્યા બાદ ભારોભાર પસ્તાઈ યુવતી, દારૂ પીને પતિ કરે છે પત્ની પર અત્યાચાર

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime news: પતિ દારૂ પીને આવીને નાની નાની (husband wife fight) બાબતોમાં બોલાચાલી ઝઘડો કરી શારીરિક-માનસિક ત્રાસ (Harassment) આપતા હોવાનો આરોપ લગાવ્યો છે.

અમદાવાદ: અમદાવાદ શહેરના (Ahmedabad city) ફતેવાડી વિસ્તારમાં રહેતી એક યુવતીને પ્રેમ લગ્ન (love marriage) કરવા ભારે પડ્યા છે. પતિ દારૂ પીને આવીને નાની નાની (husband wife fight) બાબતોમાં બોલાચાલી ઝઘડો કરી શારીરિક-માનસિક ત્રાસ (Harassment) આપતા હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં તે આવા કપડાં કેમ પહેર્યા છે, આવા કપડાં પહેરીને બજારમાં જાય છે. તેમ કહીને ગડદાપાટુનો માર (husband beat wife) મારી ઘરમાંથી નીકળી જવા માટે કહ્યું અને જો હવે પછી ઘરમાં આવશે તો હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી.

અમદાવાદ શહેરમાં ફતેવાડી વિસ્તારમાં રહેતી એક યુવતી એ વેજલપુર પોલીસ સ્ટેશનમાં તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. યુવતીનો આરોપ છે કે લગ્નના એક મહિના બાદ જ તેના પતિ તેને ઘરની નાની નાની બાબતોમાં તારા મા બાપ એ કંઈ કામ કાજ શીખવાડ્યું નથી તને કંઈ કામ પણ આવડતું નથી.

તેમ કહી ને તેની બોલાચાલી ઝઘડો કરીને મારઝૂડ કરતો હતો. યુવતીના સસરા તેના પતિને સમજાવે તેમ છતાં તે માનતો ના હતો. અને યુવતી સાથે નાની નાની બાબતોમાં બોલા ચાલી ઝઘડો કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ મોપેડ - ફોનની માંગ પૂર્ણ ન થતાં પત્નીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું, પતિની સરપ્રાઈઝ આઘાતમાં ફેરવાઈ

ગઈકાલે સવારે અગિયાર વાગ્યાની આસપાસ યુવતી જ્યારે ઘરમાં રસોઈ બનાવી રહી હતી. તે દરમિયાન તેને બધી તેની પાસે આવ્યો હતો અને  તે આવા કપડાં કેમ પહેર્યા છે, આવા કપડાં પહેરીને બજારમાં જાય છે.

આ પણ વાંચોઃ-Crime News: ઘરેથી ભાગી જવા બોયફ્રેન્ડને બોલાવ્યો, પતિ સાથે મળીને કરી હત્યા, વાંચો - 'દગાબાજ' પ્રેમિકાનો કિસ્સો

તેમ કહીને બોલાચાલી ઝઘડો કરીને બીભત્સ ગાળો બોલવા લાગેલ અને  ગડદાપાટુનો માર મારી ઘરમાંથી નીકળી જવા માટે કહ્યું અને જો હવે પછી ઘરમાં આવશે તો હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી.

જોકે યુવતી તેના પિતાના ઘરે જઈને આ બાબતની જાણ તેઓને કરતા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Domestic violence, Gujarati news

આગામી સમાચાર