અમદાવાદ : ખાદ્ય મસાલાઓના વેપાર પર કોરોનાનું ગ્રહણ, બિઝનેસ માત્ર પાંચ ટકા રહ્યો


Updated: April 6, 2020, 6:42 PM IST
અમદાવાદ : ખાદ્ય મસાલાઓના વેપાર પર કોરોનાનું ગ્રહણ, બિઝનેસ માત્ર પાંચ ટકા રહ્યો
લાલ મરચું, હળદર, ધાણાજીરું આ તમામ ખાદ્ય મસાલાઓ દરેકના ઘરમાં અચૂક હોય છે અને તેની સિઝન પણ હાલ પુરબહારમાં ખીલે છે પરંતુ આ વખતે કોરોનાના કારણે મસાલાનો ઉદ્યોગ ઠપ્પ થયો છે

લાલ મરચું, હળદર, ધાણાજીરું આ તમામ ખાદ્ય મસાલાઓ દરેકના ઘરમાં અચૂક હોય છે અને તેની સિઝન પણ હાલ પુરબહારમાં ખીલે છે પરંતુ આ વખતે કોરોનાના કારણે મસાલાનો ઉદ્યોગ ઠપ્પ થયો છે

  • Share this:
અમદાવાદ : કોરોના મહામારીની (Coronavirus)અસર આખા વિશ્વ પર જોવા મળી રહી છે ત્યારે દેશના ખાદ્ય મસાલા ઉદ્યોગને તેનો મોટો ફટકો પડ્યો છે. અમદાવાદના (Ahmedabad)ખાદ્ય મસાલા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તેમણે સરકાર પાસે સ્પેશ્યલ પેકેજ જાહેર કરવાની માગણી પણ કરી છે.

લાલ મરચું, હળદર, ધાણાજીરું આ તમામ ખાદ્ય મસાલાઓ દરેકના ઘરમાં અચૂક હોય છે અને તેની સિઝન પણ હાલ પુરબહારમાં ખીલે છે પરંતુ આ વખતે કોરોનાના કારણે મસાલાનો ઉદ્યોગ ઠપ્પ થયો છે અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે.

ખાદ્ય મસાલાના વ્યવસાય સાથે સંકળાયેલા પીઠ વેપારી રાજેન્દ્ર શાહનું કહેવું છે કે લોકલ બિઝનેસને મોટો ફટકો પડ્યો છે પરંતુ સાથે સાથે દુનિયાભરમાં ભારતમાંથી ખાદ્ય મસાલાઓનું એક્સપોર્ટ થાય છે ત્યારે સીપિંગ બિઝનેસ પણ ઠપ્પ થઇ જતા મસાલાનું એક્સપોર્ટ પણ અટકી ગયું છે. વેપારીઓના મતે ખાદ્ય મસાલાઓનો બિઝનેસ માત્રને માત્ર પાંચ ટકા જેટલો રહી ગયો છે.આ પણ વાંચો - કોરોના સામે જંગ માટે રાષ્ટ્રપતિ, PM અને સાંસદોએ પોતાની સેલેરીમાં 30%નો કાપ મૂક્યો

ખાદ્ય મસાલાના વેપાર સાથે સંકળાયેલા અન્ય એક વેપારી દ્વારકાધીશ શાહનું કહેવું છે કે ખાદ્ય મસાલા ન બિઝનેસ માર્ચ મહિનાથી લઈને જૂન મહિના સુધીનો હોય છે. ત્રણથી ચાર મહિનામાં વેપારીઓ ખાદ્ય મસાલાઓનો બિઝનેસ કરતા હોય છે પરંતુ આ જ મહિનાઓમાં કોરોનાનો કહેર ત્રાટકતા વેપારીઓનો બિઝનેસ ઠપ્પ થઈ ગયો છે. ખાદ્ય મસાલા બિઝનેસને ઓનલાઈન કરી હોમ ડિલિવરી કરવાનું પણ વિચારી રહ્યા છે જોકે લોકડાઉનના દિવસો પુરા થયા બાદ કેવી પરિસ્થિતિ રહે છે ત્યારબાદ તેના પર કામ કરીશું.

ખાદ્ય મસાલાના વેપાર સાથે સંકળાયેલા વર્ષો જૂના વેપારીઓએ આટલી ભયાનક પરિસ્થિતિ આ બિઝનેસમાં પ્રથમ વાર જોઇ છે. તેમનું કહેવું છે કે અમારો આ વર્ષનો 95% ધંધો પડી ભાંગ્યો છે એક્સપોર્ટ પણ થવાનું નથી અને લોકલ ધંધો પણ પાંચ ટકા જ રહી ગયો છે. હવે 21 દિવસના lockdown પછી શું પરિસ્થિતિ રહે છે અને સરકાર અમારી તરફ થોડી ભાવના રાખી કોઇ રાહત આપે છે કે કેમ તેની પર સૌ વેપારીઓની નજર છે.
First published: April 6, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading