અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરમાં ન નીકળી તો અમી છાંટણા પણ ન પડ્યા

અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરમાં ન નીકળી તો અમી છાંટણા પણ ન પડ્યા
અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરમાં ન નીકળી તો અમી છાંટણા પણ ન પડ્યા

142 વર્ષથી ચાલતી આવતી પરંપરા આ વર્ષે તુટી

  • Share this:
અમદાવાદ : ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા અમદાવાદ અને ગુજરાત માટે યાદગાર બની રહી, કારણ 142 વર્ષથી ચાલતી પરંપરા 143માં વર્ષે તુટી હતી. ગુજરાતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે જેમાં અમદાવાદ શહેર હોટ સ્પોટ બની રહ્યું છે. ત્યારે ચાલુ વર્ષ 2020 દેશ દુનિયા માટે યાદગાર રહ્યું છે. અષાઢ બીજની યાત્રા પણ 2020મા યાદગાર રહેશે. શહેરમાં રથયાત્રા ન નીકળી તો મેઘરાજા પણ વરસ્યા ન હતા. એક પરંપરા રહી છે કે જ્યારે પણ અષાઢી બીજ હોય છે અને જગતનો નાથ ભગવાન જગદીશ્વર નગર યાત્રાએ નીકળે ત્યારે અમદાવાદ શહેરમાં અમી છાંટણા ચોક્કસ થાય છે. પરંતુ આ પંરપરા પણ આ વખતે તુટી હતી. જોકે રથયાત્રા શહેરમાં ન નીકળતા ભક્તોના આંખોમાં આંસુની ધારા ચોક્કસ વરસી હતી.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતુ કે ભગવાન જગન્નાથની સંધ્યા આરતીનો લાહવો લીધો હતો. મારી સાથે રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત હોદ્દેદારો જોડાયા હતા. ભગવાન જગન્નાથ પાસે પ્રાર્થના કરી હતી કે આ વર્ષ સૌ કોઇ માટે સારૂ જાય. વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે જેમાંથી ભગવાન મુક્તિ અપાવે અને સમયસર સારો વરસાદ રહે તેવા આશિર્વાદ માંગ્યા છે.આ પણ વાંચો - પતંજલિએ આ આયુર્વેદના મિશ્રણથી બનાવી કોરોનાની દવા, જાણો ક્યાંથી મળશે દવા

વહેલી સવારથી ભગવાન જગન્નાથના મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. 10 વર્ષથી નીચેના બાળકોને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. કારણ કે કોરોના સંક્રમણ વચ્ચે લોકો દર્શન કરવા મંદિર આવતા જતા હતા. સરકારની ગાઇડલાન મુજબ નિયમનું ચુસ્ત પાલન કરાયું હતું. આવતી કાલે સવારે ભગવાન જગન્નાથ અને બહેનને મંદિરમાં બિરાજમાન કરાશે.
Published by:Ashish Goyal
First published:June 23, 2020, 22:37 pm

ટૉપ ન્યૂઝ