Home /News /madhya-gujarat /અમદાવાદ રથયાત્રાની વર્ષો જૂની પરંપરા તૂટશે! જગન્નાથજી નહીં નીકળે નગરચર્યાએ, ભક્તો માટે કરાઈ ખાસ વ્યવસ્થા
અમદાવાદ રથયાત્રાની વર્ષો જૂની પરંપરા તૂટશે! જગન્નાથજી નહીં નીકળે નગરચર્યાએ, ભક્તો માટે કરાઈ ખાસ વ્યવસ્થા
આ બેઠકમાં અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં રથયાત્રા ન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ મંદિર પ્રશાસન અને સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
આ બેઠકમાં અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં રથયાત્રા ન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ મંદિર પ્રશાસન અને સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
અમદાવાદઃ અત્યારે સમગ્ર ગુજરાત સહિત અમદાવાદમાં કોરોનાનો (coronavirus) કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે જગન્નાથજીની રથયાત્રા (Jagannath Rathyatra) ઉપર ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) સ્ટે આપ્યો છે. આમ હવે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નહીં નીકળે. જોકે, જગન્નાથ મંદિર પરિસરમાં આ વરસની રથયાત્રા યોજાશે. મંદિર પરિસરમાં જ રથો પરિક્રમા કરશે. ત્યારબાદ ભક્તો માટે દર્શન માટે રથ મંદિર પરિસરમાં રખાશે. આજે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મંદિરના ટ્રસ્ટીઓએ મંદિર પરિષદ અને મંદિરના આસપાસના વિસ્તારોનું પરીક્ષણ પણ કર્યું.
મહત્વનું છે કે છેલ્લા 142 વર્ષમાં ક્યારેય રથયાત્રા યોજાઇ ન હોય તેવું બન્યું નથી. પરંતુ આ વખતે કોરોનાની મહામારી વચ્ચે રથયાત્રા નહીં યોજાય ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નહીં નીકળે તે આજે મંદિર ખાતે આ મામલે જમાલપુર જગન્નાથ મંદિરમાં ટ્રસ્ટીઓ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ, પોલીસવડા શિવાનંદ ઝા અને પોલીસ કમિશનર આશિષ ભાટિયા વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં રથયાત્રા ન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ મંદિર પ્રશાસન અને સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
દર્શન કરવા ભક્તો માટે છે આવી વ્યવસ્થા આમ મંદિર પરિસરમાં જ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથ ફરશે. મંદિર પરિસરમાં લોકો દર્શન કરી શકશે. ભાવિક ભક્તોને ઘરે બેઠા મીડિયાના માધ્યમથી જ દર્શન કરવા માટે મહંત દિલીપદાસજીએ અપીલ કરી છે. તેમજ અમદાવાદમાં ભક્તોને સોશિયલ ડિસ્ટન્સ સાથે 11-11ના ગ્રુપમાં જ દર્શન કરવા દેવાશે.
અષાઢી બીજે પરંપરાગત વિધિ યોજાશે અષાઢી બીજે નીકળતી રથયાત્રાની તમામ પરંપરાગત વિધિ યોજાશે. આજે ભગવાન જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યાં હતા. મામાના ઘરે ભગવાને કેરીઓ અને જાંબુ વગેરે ખાતા આંખો આવી ગઇ હોવાથી આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. સૂર્યગ્રહણના (solar eclipse) કારણે આ વિધિ સાંજે કરવામાં આવી હતી. નેત્રોત્સવ વિધિ પહેલા પૂજા કરવામાં આવી હતી. ધ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી. મંદિર પર નવી ધ્વજા લગાવવામાં આવી હતી. જો કે નેત્રોત્સવ વિધિ દરમિયાન મંદિર ભારે ભીડ જામી હતી અને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર