અમદાવાદઃ કોરોનાના કહેર વચ્ચે ભગવાન જગન્નાથ યાત્રા નીકળશે, ભક્તોને જનતાકર્ફ્યૂ રાખવાની અપીલ


Updated: June 13, 2020, 9:40 PM IST
અમદાવાદઃ કોરોનાના કહેર વચ્ચે ભગવાન જગન્નાથ યાત્રા નીકળશે, ભક્તોને જનતાકર્ફ્યૂ રાખવાની અપીલ
ફાઈલ તસવીર

કોરોના વાયરસથી સંક્રમિત હોવાથી ભગવાન જગન્નાથ 143મી રથયાત્રા 23 જૂન 2020 મંગળવારના રોજ સાદગીથી નીકળવાનું આયોજન કરેલું છે.

  • Share this:
અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે ભગવાન જગન્નાથના રથયાત્રા (Jagannath Rathyatra) કેવી રીતે નીકળશે તેના પર સરકાર અને મંદિર ટ્રસ્ટ મંથન કરી રહ્યું છે . ભગવાન જગન્નાથની 143 રથયાત્રાને લઇ પોલીસ તંત્ર અને સ્થાનિક પ્રસાસન દ્વારા પ્રાથમિક તૈયારીઓના ભાગ રૂપે બેઠકો શરૂ કરી દેવામાં આવી છે.

જગતનો નાથ ભગવાન જગન્નાથથી રથયાત્રાની આંતરુતા દરેક અમદાવાદી (Amdavadi) જોવે છે. ક્યારે અષાઢી બીજ આવે અને ભગવાન જગન્નાથને દર્શન કરીએ તે પણ તેમની ભાઇ અને બહેન સાથે. પરંતુ આ વખતે આ યાત્રા પર કોરોનાનુ ગ્રહણ લાગી ગયું છે . યાત્રામાં લોકો ભેગા ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સામાજિક આગેવાનો સાથે બેઠકો શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ-ડર સબકો લગતા હૈ! ખાનગી તબીબો અને મેડિકલ સ્ટાફ માટે વીમા કવચની માંગ ઉઠી

દરિયાપુર શાંતિ સમિતિના સભ્ય અને કાઉન્સલર સુરેન્દ્રભાઇ બક્ષીએ જણાવ્યું હતુ કે શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં પોલીસ દ્વારા લોકોને જનતાકર્ફ્યૂની (janta curfew) અપીલ કરાઇ છે. દરિયાપુર શાંતિ સમિતિ દ્વારા વિસ્તારના એક પત્રિકા પણ ફરતી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-શિક્ષણમંત્રીની મહત્વની જાહેરાત: 15 ઓગસ્ટ સુધી સ્કૂલો- કોલેજો બંધ, ફી ભરવા માટે સ્કૂલો દબાણ નહીં કરી શકે

જેમાં લખવામાં આવ્યું છે કે દરિયાપુરના દરેક નાગરિક અને તેમજ ધાર્મિક પ્રજાને નમ્ર અપીલથી જણાવીએ છીએ હાલમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાથી ભગવાન જગન્નાથ 143મી રથયાત્રા 23 જૂન 2020 મંગળવારના રોજ સાદગીથી નીકળવાનું આયોજન કરેલું છે. માટે દરિયાપુર વિસ્તારમાં દરેક નાગરિક તેમજ ધાર્મિક પ્રજાને જનતાકર્ફ્યૂ રાખવાની અપીલ કરે છે.આ પણ વાંચોઃ-કોરોના ફેલાવનાર ચીન ઉપર નવી આફત, લોકોની હાતલ છે ખરાબ, જૂઓ તસવીરો

આ અપીલને માનભેર સ્વીકારીને રથયાત્રાના દિવસે ઘરની બહાર કે પોળની બહાર નીકળવું નહી. જેથી કોરોનાની મહામારીના ચેપથી દુર રહીએ અને સુરક્ષિત રહીએ તે ધ્યાનમાં રાખીને જનતાકર્ફ્યૂ નો ચુસ્ત અમલ કરવા અમારી અપીલ છે જનતાને સહકાર આપવા વિનંતી છે.
First published: June 13, 2020, 9:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading