અમદાવાદ : ફેક્ટરીના કર્મચારીનો થેલો ઝૂંટવી 44.50 લાખની લૂંટ, ગણતરીની કલાકોમાં ઉકેલાયો ભેદ

અમદાવાદ : ફેક્ટરીના કર્મચારીનો થેલો ઝૂંટવી 44.50 લાખની લૂંટ, ગણતરીની કલાકોમાં ઉકેલાયો ભેદ
પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર સામે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં કોયડો ઉકેલી નાખ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)

સંદિપ બાઈક પર બેસી ચાંગોદર રેલવે ફાટક પાસેથી પસાર થતો હતો. તે સમયે છ જેટલા અજાણ્યા શખસોએ તેના બાઈકને રોકી હુમલો કર્યો

  • Share this:
અમદાવાદ: શહેરમાં નિકોલ, કૃષ્ણનગર માં અને સાબરમતી માં લૂંટ અને ચોરીની ઘટનાઓ બન્યા બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ આવી જ એક ઘટના બની છે. જેમાં ચાંગોદર ની એક ફેકટરી નો કર્મચારી જતો હતો ત્યારે છએક જેટલા લોકોએ તેને આંતરીને મારામારી કરી 44.50 લાખની (Loot in Changodar Ahmedabad) લૂંટ ચલાવી હતી. પણ ચાંગોદર પોલીસ અને એલસીબીએ ગણતરીના કલાકોમાં જ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે.

અમદાવાદ જીલ્લાના ચાંગોદર રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલા ફેકટરીના કર્મચારી પર હુમલો કરી લૂંટારુઓ 44 લાખ 50 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં તુરત જ એસપી વીરેન્દ્રસિંહ યાદવ અને ડીવાયએસપી કે ટી કામરીયા તથા એલસીબી પીઆઇ ખાંટ ની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની ટીમે ચારેબાજુ તપાસ હાથ ધરી હતી. લૂંટ ચલાવનાર આરોપીઓને ગણતરીના કલાકો માં જ ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.આ પણ વાંચો :  અમદાવાદ : બારેજાની મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં આગ, ફાયર વિભાગ દોડતું થયું

સામાન્ય રીતે લૂંટની ઘટનાઓ બને ત્યારે તેની ફરિયાદ લેવામાં જ કલાકોનો સમય વીતી જતો હોવાની અસંખ્ય લોકોને અનુભવો થતા હોય છે. પરંતુ જીલ્લા પોલીસે ઘટનાની ગંભીરતા દાખવીને તુરત જ કાર્યવાહી હાથ ધરી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.  પોલીસના જણાવ્યા મુજબ ચાંગોદરમાં આવેલી એક પાન મસાલાની ફેકટરીમાં કામ કરતા સંદીપ બલીરામ યાદવ રાત્રે આઠ વાગે બાઈક લઈને નિકળ્યો હતો. સંદિપ બાઈક પર બેસી ચાંગોદર રેલવે ફાટક પાસેથી પસાર થતો હતો. તે સમયે છ જેટલા અજાણ્યા શખસોએ તેના બાઈકને રોકી હુમલો કર્યો હતો.

લૂંટારુઓ સંદિપ પાસેના થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.જે થેલામાં 44 લાખ 50 હજારની રોકડ રકમ ભરેલી હતી.આ ઘટના અંગે સંદિપે ચાંગોદર પોલીસને જાણ કરતાં પોલીસે તુરત જ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ટીમોએ જુદી જુદી ચારેય બાજુ નાકાબંધી ગોઠવી દીધી હતી. અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા આરોપીઓ જીલ્લો છોડી ભાગે તે પહેલા જ ઝડપી લીધા હતા.

આ પણ વાંચો :     અમદાવાદ : 'દીકરો જણ્યો છે તો એનું બધું પિયરમાંથી લઈ આવ,' પુત્રના જન્મદિવસ પહેલાં માતાએ કર્યો આપઘાત

પોલીસે માત્ર ચારેક કલાકમાં આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો. ચાંગોદર પોલીસે સુત્રધાર વિક્કી સહિતના શખસો સામે ગુનો નોંધી તમામ આરોપીની વિધિવત રીતે ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. તમામ આરોપીઓ અમદાવાદ જિલ્લા ના નજીકના રહેવાસી છે.
Published by:Jay Mishra
First published:January 09, 2021, 14:00 pm